શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2021 Auction: IPLમાં વાપસી કરી શકે છે શ્રીસંત, આ ટીમ સાથે રમતો નજર આવી શકે છે
શ્રીસંતની ક્રિકેટમાં વાપસી સંજૂ સેમસનની કેપ્ટનશિપમાં થઈ છે. તે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં કેરળ તરફથી રમી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત 8 વર્ષ બાદ સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ દ્વારા ક્રિકેટમાં વાપસી કરી છે. શ્રીસંતની નજર હવે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન રમવા પર છે.
રિપોર્ટ અનુસાર શ્રીસંત એકવાર ફરી પોતાની જૂની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે રમતો નજર આવી શકે છે. 2013માં સ્પોટ ફિક્સિંગમાં શ્રીસંત પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો.
એસ શ્રીસંતે આઈપીએલ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 18 ફેબ્રુઆરીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે હરાજી થઈ શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આઈપીએલમાં વાપસી માટે શ્રીસંત અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસન વચ્ચે વાતચીત ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીસંતની ક્રિકેટમાં વાપસી સંજૂ સેમસનની કેપ્ટનશિપમાં થઈ છે. તે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં કેરળ તરફથી રમી રહ્યો છે.
2013માં સ્પોટ ફિક્સિંગ મામલે શ્રીસંત પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. વર્ષ 2020માં શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો અને તેની સાથે જ ક્રિકેટમાં તેની વાપસીનો રસ્તો સાફ થઈ ગયો છે.
રાજસ્થાન રોયલ્સની નજર એક ભારતીય ફાસ્ટ બોલર પર છે. રાજસ્થાને અંકિત રાજપૂત અને વરુણ અરુણને રિલીઝ કરી દીધા છે. એવામાં શ્રીસંત જોફ્રા આર્ચર અને કાર્તિક ત્યાગીના સહયોગી તરીકે ટીમમાં સ્થાન મળી શકે છે.
શ્રીસંતે આઈપીએલમાં 44 મેચ રમી છે જેમાં 40 વિકેટ ઝડપી છે. એસ શ્રીસંતે 9 મે 2013માં કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ પોતાની છેલ્લી મેચ રમી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion