Tushar Deshpande in IPL: તુષાર દેશપાંડેના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, એક સીઝનમાં સૌથી વધુ રન આપનાર બોલર
IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઇ રહી છે.
Indian Premier League 2023: IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. આ દરમિયાન ચેન્નાઈ ટીમ તરફથી રમતા ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. તુષારે ગુજરાત સામેની ફાઈનલ મેચમાં પોતાની 4 ઓવરમાં 56 રન આપ્યા હતા.
તુષાર દેશપાંડે હવે IPL સિઝનમાં સૌથી વધુ રન આપનારો બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ પ્રસિદ્ધ કૃષ્ણાના નામે હતો. કૃષ્ણાએ વર્ષ 2022ની સિઝનમાં પોતાની બોલિંગમાં કુલ 551 રન આપ્યા હતા. આ યાદીમાં ત્રીજું સ્થાન કાગીસો રબાડાનું છે, જેણે 2020ની સિઝનમાં 548 રન આપ્યા હતા.
જો આ સિઝનનો રેકોર્ડ જોવામાં આવે તો ચેન્નાઈ ટીમનો ભાગ બનેલા તુષાર દેશપાંડેએ 16 મેચમાં 28.86ની એવરેજથી 21 વિકેટ ઝડપી છે. જો કે તે ચોક્કસપણે પોતાની ટીમ માટે ઘણો મોંઘો બોલર સાબિત થયો છે.
Most runs for CSK in ipl 2023
— தல ViNo MSD 4.0🤘 (@KillerViNoo7) May 29, 2023
Ruturaj Gaikwad - 564
Tushar Deshpande - 564 🛐 pic.twitter.com/UTGRf362u1
Well deserved fifty for Tushar Deshpande pic.twitter.com/NtYT1bbqen
— Sagar (@sagarcasm) May 29, 2023
50 runs in IPL final is no small deal.
— Dinda Academy (@academy_dinda) May 29, 2023
Congratulations Tushar Deshpande on an incredible season 💛
Lord Dinda and Death over specialist Full Toss king Harshal Patel proud of you 🫡 pic.twitter.com/KX6TZdbyj6
Tushar Deshpande--Chris jordan #MSDHONIb
— Mufaddal Vohra (@mufddal_vohraa) May 29, 2023
Both can Destroy any team 😬 pic.twitter.com/G5dIdeAHZp
IPL ફાઈનલના ઈતિહાસમાં ગુજરાતે સૌથી મોટો સ્કોર બનાવ્યો
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે IPL ઈતિહાસની ફાઈનલ મેચમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. આ પહેલા આઈપીએલની ફાઈનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સનરાઈઝર્સ હૈદરાબાદના નામે હતો, જે તેણે 2016ની સીઝનની ફાઈનલ મેચમાં આરસીબી સામે 207 રનના રૂપમાં બનાવ્યો હતો. આ મેચમાં રિદ્ધિમાન સાહાએ 54 રન બનાવ્યા હતા જ્યારે 21 વર્ષીય ડાબોડી સાઈ સુદર્શને ગુજરાત માટે 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી.