Video: કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની ટીમની એપ કરી લોન્ચ, શાહરુખ ખાને વીડિયોમાં કહી આ વાત
IPL 2023ની શરુઆત 31 માર્ચથી થઈ રહી છે. આ સિઝનની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે.
Kolkata Knight Riders App: IPL 2023ની શરુઆત 31 માર્ચથી થઈ રહી છે. આ સિઝનની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આ રીતે સીઝનની પ્રથમ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યાની ટીમ વચ્ચે રસપ્રદ જંગ જોવા મળશે. સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2023 માટે તેમના નવા કેપ્ટનના નામની જાહેરાત કરી. આઈપીએલ 2023માં નીતિશ રાણા કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન હશે. શ્રેયસ ઐયરની જગ્યાએ નીતિશ રાણાને કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે તેની ટીમ એપ લોન્ચ કરી છે
View this post on Instagram
હવે શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે તેની ટીમ એપ લોન્ચ કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક અને બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન જોવા મળે છે. આ સાથે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે પહેલા તમે નથી, પહેલા એપ... સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સના ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
નીતિશ રાણા IPL 2023માં KKRના કેપ્ટન હશે
ઉલ્લેખનીય છે કે કોલકાતા નાઈટ રાઈડર્સે નીતિશ રાણાને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. ગત સિઝનમાં શ્રેયસ અય્યર શાહરૂખ ખાનની ટીમનો કેપ્ટન હતો, પરંતુ આ વખતે ઈજાના કારણે તે આખી સિઝન રમી શકશે નહીં. જોકે કોલકાતા નાઈટ રાઈડર્સે ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરના સ્થાને નીતિશ રાણા પર દાવ લગાવ્યો છે. જો કે નીતિશ રાણાની કપ્તાનીમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ ચાહકો સોશિયલ મીડિયા પર સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
ટીમની કમાન કેમ મળી