શોધખોળ કરો

IPL 2023 માં ઋષભ પંતના રિપ્લેસમેન્ટમાં હોય શકે છે આ પાંચ ભારતીય ખેલાડી, દિલ્હી કેપિટલ્સ મોટો દાવ રમી શકે

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો શુક્રવારે  ગંભીર અકસ્માત થયો હતો. હાલમાં ઋષભ પંત દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Rishabh Pant Replacement In IPL 2023: ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો શુક્રવારે  ગંભીર અકસ્માત થયો હતો. હાલમાં ઋષભ પંત દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, આ ઘટના બાદ રિષભ પંત કદાચ IPL 2023માં નહીં રમે. ઋષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. જો ઋષભ પંત IPL 2023માં નહીં રમે તો તે દિલ્હી કેપિટલ્સ માટે મોટો ફટકો હશે. આજે આપણે એવા 5 ખેલાડીઓ વિશે જોઈશું જેઓ ઋષભ પંતને બદલે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.

બાબા ઈન્દ્રજીથ

બાબા ઈન્દ્રજીથ માટે ઘરેલું સીઝન શાનદાર રહી છે. આ સિવાય આ યુવા ખેલાડીને દિલ્હી કેપિટલ્સે હરાજીમાં ખરીદ્યો છે. બાબા ઈન્દ્રજીથે તમિલનાડુ માટે ઉત્તમ ક્રિકેટ રમી છે.  જો કે, આઈપીએલ 2023માં, દિલ્હી કેપિટલ્સ ઋષભ પંતના સ્થાને બાબા ઈન્દ્રજીથને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે.

પ્રિયાંક પંચાલ

દિલ્હી કેપિટલ્સે IPL 2023ની હરાજીમાં પ્રિયાંક પંચાલને ખરીદ્યો હતો. અગાઉ, પ્રિયાંક પંચાલે ઘરેલું સિઝનમાં ગુજરાત માટે શાનદાર બેટિંગ કરી હતી. પ્રિયાંક પંચાલ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. પ્રિયાંક પંચાલે ઘરેલુ ક્રિકેટમાં 12,270 રન બનાવ્યા છે. રિષભ પંતની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સ ટીમ પ્રિયાંક પંચાલ પર દાવ લગાવી શકે છે.

દિનેશ બાના

ભારતીય અંડર-19 ટીમે વર્ષ 2021માં વિશ્વ જીત્યું હતું. દિનેશ બાના એ ભારતીય ટીમનો ભાગ હતા. આ યુવા ખેલાડીએ પોતાની આક્રમક બેટિંગથી ઘણો પ્રભાવિત કર્યો છે. ઋષભ પંતની ગેરહાજરીમાં દિનેશ બાના દિલ્હી કેપિટલ્સ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

અભિમન્યુ ઇશ્વરન

અભિમન્યુ ઈશ્વરન ઈન્ડિયા-A ટીમના કેપ્ટન છે. IPL 2023ની હરાજીમાં, દિલ્હી કેપિટલ્સે અભિમન્યુ ઇશ્વરનને 20 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો. આ ખેલાડીએ વર્ષ 2013માં ઘરેલુ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. અભિમન્યુ ઇશ્વરને ઘરેલુ ક્રિકેટમાં 9680 રન બનાવ્યા છે. જો કે, IPL 2023માં, અભિમન્યુ ઇશ્વરન વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનું સ્થાન લઈ શકે છે.

મોહમ્મદ અઝહરુદ્દીન

મોહમ્મદ અઝહરુદ્દીન IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો. જોકે, IPL 2023ની હરાજીમાં RCBએ મોહમ્મદ અઝહરુદ્દીનને લીધો ન હતો. વાસ્તવમાં મોહમ્મદ અઝહરુદ્દીન ડોમેસ્ટિક ક્રિકેટમાં કેરળ તરફથી રમે છે. IPL 2023ની હરાજીમાં, દિલ્હી કેપિટલ્સે મોહમ્મદ અઝહરુદ્દીનને 20 લાખ રૂપિયાની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો. જોકે, દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટ ઋષભ પંતની જગ્યાએ મોહમ્મદ અઝહરુદ્દીનને પ્લેઈંગ ઈલેવનમાં અજમાવી શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Embed widget