CSK New Captain: ધોનીએ ફરી ફેન્સને ચોંકાવ્યા, અચાનક કેપ્ટન્સી છોડી, આ ખેલાડી બન્યો CSKનો કેપ્ટન
Chennai Super Kings New Captain: IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે મોટો ફેરફાર કર્યો છે. CSKએ રૂતુરાજ ગાયકવાડને નવો કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. હવે મહેન્દ્ર સિંહ ધોની ટીમની કેપ્ટનશીપ નહીં કરે.
Chennai Super Kings New Captain: IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે મોટો ફેરફાર કર્યો છે. CSKએ રૂતુરાજ ગાયકવાડને નવો કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. હવે મહેન્દ્ર સિંહ ધોની ટીમની કેપ્ટનશીપ નહીં કરે. ધોની લાંબા સમય સુધી ટીમનો કેપ્ટન રહ્યો. તેમની કપ્તાનીમાં CSKએ પાંચ વખત ખિતાબ પણ જીત્યો હતો. પરંતુ હવે તેઓ આ જવાબદારી સંભાળશે નહીં.
RUTURAJ GAIKWAD APPOINTED AS THE CAPTAIN OF CSK....!!!!! pic.twitter.com/tic8WPn2iG
— Johns. (@CricCrazyJohns) March 21, 2024
ધોનીનો કેપ્ટનશીપની સાથે સાથે બેટિંગમાં પણ સારો રેકોર્ડ છે. રૂતુરાજ પ્રતિભાશાળી ખેલાડી છે. આ કારણોસર મેનેજમેન્ટે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે 27 વર્ષીય સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ ટીમના ચોથા કેપ્ટન હશે. ધોની ઉપરાંત આ પહેલા રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈના કેપ્ટનશીપ કરી ચુક્યા છે. ધોનીએ 212 મેચોમાં ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ કરી છે. જ્યારે જાડેજાએ 8 મેચમાં અને રૈનાએ 5 મેચમાં કેપ્ટનશિપ કરી હતી.
IPL પહેલા ધોનીના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. હવે તેની જગ્યાએ ઋતુરાજ ટીમની કમાન સંભાળશે. ધોની આઈપીએલ 2008થી ટીમ સાથે છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ અત્યાર સુધી પાંચ વખત ટાઈટલ જીતી ચુક્યું છે. CSK એ 2010, 2011, 2018, 2021 અને 2023 માં IPL ટાઇટલ જીત્યું હતું. CSKએ ગત સિઝનની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. ચેન્નાઈએ આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી.
જાડેજા 2022માં CSKનો કેપ્ટન બન્યો હતો
IPL 2022માં પણ ચેન્નાઈની ટીમે એક દિવસ પહેલા જ નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનું પગલું બેકફાયર થયું હતું. જાડેજાની કેપ્ટનશીપમાં ચેન્નાઈની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. જાડેજાનું પોતાનું પ્રદર્શન પણ ખરાબ હતું. ત્યારબાદ જાડેજાના સ્થાને ધોનીએ મધ્ય સિઝનમાં ફરીથી કેપ્ટન તરીકે જવાબદારી સંભાળવી પડી હતી.
OFFICIAL STATEMENT: MS Dhoni hands over captaincy to Ruturaj Gaikwad. #WhistlePodu #Yellove
— Chennai Super Kings (@ChennaiIPL) March 21, 2024
ચેન્નાઈએ ધોનીની કપ્તાનીમાં 5 વખત ખિતાબ જીત્યો હતો. 42 વર્ષીય ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તે આઈપીએલમાં રમી રહ્યો છે. તેની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 5 વખત ખિતાબ જીતી ચૂકી છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે ગત સિઝન એટલે કે 2023માં પણ જીત મેળવી હતી. ત્યારબાદ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.