DC vs SRH: હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 67 રનથી હરાવ્યું, ડીસી 199 રનમાં જ થઇ ઓલઆઉટ
IPL 2024, DC vs SRH LIVE Score: અહીં તમને દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE
Background
IPL 2024, DC vs SRH LIVE Score: IPL 2024 ની 35મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદે અત્યાર સુધી 6 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. જ્યારે દિલ્હીએ 7 મેચ રમી છે અને 3માં જીત મેળવી છે. આ મેચ માટે ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. દિલ્હીએ છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમી હતી અને તેમાં પણ જીત મેળવી હતી. હવે તે હૈદરાબાદને ટકકર આપવા તૈયાર છે.
ડેવિડ વોર્નર દિલ્હી માટે પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી શકે છે
ડેવિડ વોર્નર દિલ્હી માટે પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી શકે છે. તે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેની આંગળીમાં ઈજા થઈ હતી. પરંતુ એક્સ-રે રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ તે મેદાનમાં પરત ફરી શકશે. જો વોર્નર પરત ફરે છે તો તે પૃથ્વી શૉ સાથે ઓપનિંગ કરવા મેદાનમાં ઉતરી શકે છે. ટીમ શાઈ હોપ અને ટ્રિસ્ટન સ્ટબ્સને પ્લેઈંગ ઈલેવનમાં પણ રાખી શકે છે. આ મેચમાં કુલદીપ યાદવ અને ખલીલ અહેમદ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ મેચમાં હેનરિક ક્લાસેન મહત્વની ભૂમિકા ભજવી શકે છે
હૈદરાબાદની ટીમ લયમાં છે. તેણે છેલ્લી ત્રણ મેચમાં સતત જીત નોંધાવી છે. આ મેચમાં હેનરિક ક્લાસેન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ક્લાસેન ઝડપી બેટિંગમાં નિષ્ણાત છે. હૈદરાબાદના ખેલાડીઓ સ્પિનરોની ખૂબ ધોલાઈ કરે છે.
હૈદરાબાદે દિલ્હીને 67 રનથી
IPL 2024ની 35મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 67 રનથી હરાવ્યું છે. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને 266 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ એક સમયે 8 ઓવરમાં 131 રન બનાવી લીધા હતા, પરંતુ આ પછી પણ ટીમ માત્ર 199 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી ટ્રેવિસ હેડે 89, અભિષેક શર્માએ 46 અને શાહબાઝ અહેમદે અણનમ 59 રન બનાવ્યા હતા. ત્યારબાદ બોલિંગમાં ટી નટરાજને 4 વિકેટ ઝડપી હતી. આજે ફરી પેટ કમિન્સે પોતાની શાનદાર કેપ્ટનશિપથી ટીમને મેચ જીતાડી હતી.
દિલ્હીની પાંચમી વિકેટ પડી
13મી ઓવરમાં નીતીશ રેડ્ડીએ ટ્રસ્ટન સ્ટબ્સને આઉટ કરીને દિલ્હીને પાંચમો ઝટકો આપ્યો હતો. મેચ હવે સંપૂર્ણપણે હૈદરાબાદના ખોળામાં છે. અહીંથી દિલ્હી હવે ચમત્કારની આશા રાખી રહ્યું છે, કારણ કે જરૂરી રન રેટ 15ને પાર કરી ગયો છે.
અભિષેક પોરેલ આઉટ
અભિષેક પોરેલ પણ 9મી ઓવરમાં આઉટ થયો હતો. તે 22 બોલમાં 42 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પોરેલના બેટમાંથી 7 ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો. મયંક માર્કંડેએ 9મી ઓવરમાં એક વિકેટ લીધી હતી અને માત્ર ચાર રન આપ્યા હતા. 9 ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 136 રન છે. દિલ્હીને હવે 66 બોલમાં 131 રન બનાવવાના છે.
પેટ કમિન્સની ઓવરમાં 20 રન આવ્યા
પેટ કમિન્સ પાંચમી ઓવર નાખવા આવ્યો હતો. આ ઓવરમાં ત્રણ ફોર અને એક સિક્સર આવી હતી. અભિષેક પોરેલ 9 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 15 રન અને જેક ફ્રેઝર મેકગર્ક 13 બોલમાં 46 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી છે. દિલ્હીને હવે 90 બોલમાં 186 રન બનાવવાના છે.
હૈદરાબાદે 267 રનનો ટાર્ગેટ આપ્યો
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 266 રન બનાવ્યા હતા. આ મેદાન પર આ સૌથી મોટો સ્કોર છે. હૈદરાબાદનો સ્કોર પ્રથમ 6 ઓવરમાં કોઈ વિકેટ વિના 125 રન હતો. તેને ધ્યાનમાં લેતા દિલ્હીએ સારી વાપસી કરી છે. હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડે માત્ર 32 બોલમાં 89 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 11 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. જ્યારે અભિષેક શર્માએ 12 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. અભિષેકે 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. અંતમાં શાહબાઝ અહેમદે 29 બોલમાં 59 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હી તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.