IPL 2025: KKR એ દિલ્હી કેપિટલ્સને આપ્યો 205 રનનો લક્ષ્યાંક
IPL 2025: આઈપીએલ 2025 ની 48મી લીગ મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.

DC vs KKR Highlights: આઈપીએલ 2025 ની 48મી લીગ મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ અને અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 29, 2025
An action-packed and highly competitive first half sees #KKR set a 🎯 of 2️⃣0️⃣5️⃣ for #DC.
2 points loading for? ⏳
Scorecard ▶ https://t.co/saNudbWaXT #TATAIPL | #DCvKKR pic.twitter.com/BP19soTUtn
કોલકાતાએ 205 રનનો લક્ષ્યાંક આપ્યો
એવું લાગતું હતું કે KKR આજે 225 થી વધુનો સ્કોર કરશે, પરંતુ દિલ્હીએ છેલ્લી ઓવરોમાં જોરદાર વાપસી કરી. પાવર પ્લેમાં 79 રન બનાવનાર કોલકાતા નાઈટ રાઈડર્સ 20 ઓવરમાં 9 વિકેટે 204 રન જ બનાવી શક્યું. KKR તરફથી ગુરબાઝે 12 બોલમાં 26 રન, સુનીલ નારાયણે 16 બોલમાં 27 રન અને અજિંક્ય રહાણેએ 14 બોલમાં 26 રન બનાવ્યા. વેંકટેશ ઐયર ફક્ત સાત રન બનાવી શક્યો. KKRનો સ્કોર પ્રથમ 9 ઓવરમાં 111 રન હતો. છેલ્લી 11 ઓવરમાં ફક્ત 93 રન જ બન્યા. રિંકુ સિંહે 25 બોલમાં 36 રન અને અંગક્રિશ રઘુવંશીએ 32 બોલમાં 44 રન બનાવ્યા. દિલ્હી તરફથી મિશેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી. વિપરાજ નિગમ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી.
હેડ ટૂ હેડમાં કોણ આગળ ?
KKR અને દિલ્હી વચ્ચેની મેચમાં, કોલકાતા થોડી આગળ છે. KKR એ IPL માં અત્યાર સુધી 18 વાર દિલ્હીને હરાવ્યું છે. જ્યારે દિલ્હીની ટીમે અત્યાર સુધીમાં 15 વખત KKR ને હરાવ્યું છે. જોકે, અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને બરાબર છે. અહીં મામલો ૫-૫નો છે.
કોલકાતાની પ્લેઇંગ ઇલેવન
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રોવમેન પોવેલ, હર્ષિત રાણા, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી.
દિલ્હીની પ્લેઇંગ ઇલેવન
ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કરુણ નાયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રેસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, દુષ્મંથા ચમીરા, મુકેશ કુમાર.
દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી
🚨 Toss 🚨 @DelhiCapitals won the toss and elected to bowl against @KKRiders
— IndianPremierLeague (@IPL) April 29, 2025
Updates ▶ https://t.co/saNudbWINr #TATAIPL | #DCvKKR pic.twitter.com/VDNUH29eTK




















