શોધખોળ કરો

RR vs SRH મેચ પછી પોઈન્ટ ટેબલમાં કેટલો થયો ફેરફાર? જાણો કોની પાસે છે પર્પલ અને ઓરેન્જ કેપ

IPL 2026 Points Table: રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની 36મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો. આ સાથે, ઓરેન્જ કેપમાં પણ ફેરફાર જોવા મળ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હૈદરાબાદે રાજસ્થાનને હરાવી પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું.
  • રાજસ્થાન રોયલ્સ 8 મેચ બાદ ચોથા સ્થાને, 10 પોઈન્ટ ધરાવે છે.
  • ટોપ 4 ટીમોમાં પંજાબ, બેંગલુરુ, હૈદરાબાદ અને રાજસ્થાનનો સમાવેશ.

IPL 2026 Points Table, Orange-Purple Cap Update: શનિવારે (25 એપ્રિલ) રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2026 ની 36મી મેચ રમાઈ હતી. આ મુકાબલામાં હૈદરાબાદે 5 વિકેટે જીત હાંસલ કરીને પોતાને પોઈન્ટ્સ ટેબલમાં ઉપર પહોંચાડી દીધું છે. બીજી તરફ, હારનારી રાજસ્થાનની ટીમને નુકસાન થયું છે. આ ઉપરાંત મુકાબલા દ્વારા ઓરેન્જ કેપમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. તો ચાલો જાણીએ કે તાજા અપડેટ શું છે.

જીત સાથે હૈદરાબાદે લગાવી છલાંગ

મુકાબલો જીતવાની સાથે હૈદરાબાદ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. આ સીઝનમાં ટીમની આ પાંચમી જીત રહી. 8 મેચ રમી ચૂકેલી હૈદરાબાદે 3 માં હારનો સામનો કર્યો છે. ટીમ પાસે 10 પોઈન્ટ્સ અને +0.815 નો નેટ રનરેટ છે.

હાર સાથે રાજસ્થાનને થયું નુકસાન

હારનારી રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને આવી ગઈ છે. આ સીઝનમાં ટીમની આ ત્રીજી હાર રહી. 8 મેચ રમી ચૂકેલી રાજસ્થાનએ 5 માં જીત હાંસલ કરી છે. હવે ટીમ પાસે 10 પોઈન્ટ્સ અને +0.602 નો નેટ રનરેટ છે.

ટેબલની ટોપ-4 ટીમો

જો ટેબલની ટોપ-4 ટીમો પર નજર કરીએ તો, પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ્સ સાથે પ્રથમ નંબરે જોવા મળે છે. ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બીજા, સનરાઈઝર્સ હૈદરાબાદ ત્રીજા અને રાજસ્થાન રોયલ્સ ચોથા નંબરે જોવા મળે છે. ત્રણેય ટીમો પાસે 10-10-10 પોઈન્ટ્સ છે, પરંતુ નેટ રનરેટને કારણે પોઝિશનમાં તફાવત છે.

આવું છે આખું પોઈન્ટ્સ ટેબલ

સ્થાન ટીમ મેચ જીત હાર કોઈ પરિણામ નહીં અંક નેટ રન રેટ
1 પંજાબ કિંગ્સ 7 6 0 1 13 +1.333
2 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 7 5 2 0 10 +1.101
3 સનરાઈઝર્સ હૈદરાબાદ 8 5 3 0 10 +0.815
4 રાજસ્થાન રોયલ્સ 8 5 3 0 10 +0.602
5 ચેન્નાઈ સુપર કિંગ્સ 7 3 4 0 6 +0.118
6 દિલ્હી કેપિટલ્સ 7 3 4 0 6 -0.184
7 ગુજરાત ટાઇટન્સ 7 3 4 0 6 -0.790
8 મુંબઈ ઈન્ડિયન્સ 7 2 5 0 4 -0.736
9 લખનૌ સુપર જાયન્ટ્સ 7 2 5 0 4 -1.277
10 કોલકાતા નાઈટ રાઈડર્સ 7 1 5 1 3 -0.879

ઓરેન્જ કેપ

અભિષેક શર્માએ રાજસ્થાન સામે ચેઝમાં શાનદાર ઇનિંગ રમતા 29 બોલમાં 57 રન સ્કોર કરીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી છે. અભિષેક અત્યાર સુધી 8 મેચની 8 ઇનિંગ્સમાં 54.29 ની એવરેજ અને 212.29 ના તોફાની સ્ટ્રાઈક રેટથી 380 રન બનાવી ચૂક્યા છે.

પર્પલ કેપ

પર્પલ કેપ ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર અંશુલ કંબોજના માથા પર બિરાજમાન છે. કંબોજે અત્યાર સુધી 7 મેચમાં 14 વિકેટ પોતાના નામે કરી લીધી છે. લિસ્ટમાં ઇશાન મલિંગા 14 વિકેટ સાથે બીજા સ્થાને છે, જોકે તેમણે 8 મેચમાં આ વિકેટો ઝડપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget