IND vs SA 2nd T20: જસપ્રીત બુમરાહનો શરમજનક T20I મેચ, કરિયરમાં પ્રથમ વખત બન્યું આવું
જસપ્રીત બુમરાહના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે. એક સમય હતો જ્યારે શ્રેષ્ઠ બેટ્સમેનોને પણ બુમરાહની બોલિંગ પર સિક્સર મારવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી.

જસપ્રીત બુમરાહના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે. એક સમય હતો જ્યારે શ્રેષ્ઠ બેટ્સમેનોને પણ બુમરાહની બોલિંગ પર સિક્સર મારવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી T20I માં બુમરાહએ 11.20 ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા. બુમરાહના નામે ઇકોનોમી રેટનો નહીં, પરંતુ સૌથી વધુ છગ્ગા ખાવાનો રેકોર્ડ બન્યો છે.
અત્યાર સુધી, જસપ્રીત બુમરાહના આંતરરાષ્ટ્રીય T20I કારકિર્દીમાં આવું ક્યારેય નથી થયું કે, જ્યારે એક જ મેચમાં તેની બોલિંગમાં 4 છગ્ગા ફટકારવામાં આવ્યા હોય. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પહેલી વાર તેની બોલિંગમાં ચાર છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. બીજી T20I માં,બુમરાહએ ચાર ઓવરમાં 45 રન આપ્યા અને એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.
જસપ્રીત બુમરાહએ તેની પહેલી બે ઓવરમાં 17 રન આપ્યા પરંતુ તેની ત્રીજી ઓવરમાં 15 રન આપ્યા હતા. તેની ચોથી ઓવરમાં 18 રન આપ્યા. છેલ્લી ઓવરમાં ફરેરાએ બુમરાહની ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા. આ પહેલા ઇનિંગ્સના ચોથા ઓવરમાં ક્વિન્ટન ડી કોક અને રીઝા હેન્ડ્રિક્સે બુમરાહની બોલિંગ પર એ-એક છગ્ગો ફટકાર્યો હતો.
જસપ્રીત બુમરાહ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ઇતિહાસમાં 100 વિકેટ મેળવનાર બીજા ભારતીય બોલર બન્યો છે. અર્શદીપ સિંહે અગાઉ આ સિદ્ધિ મેળવી હતી. હવે, આગામી મેચમાં જ બુમરાહે એક જ મેચમાં ચાર છગ્ગા ખાવાનો અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે.
અર્શદીપની પણ થઈ ધોલાઈ
આ મેચમાં, ફક્ત જસપ્રીત બુમરાહ જ નહીં પરંતુ ભારતના સૌથી સફળ T20 બોલર અર્શદીપ સિંહની પણ ભારે ધોલાઈ થઈ હતી. તેણે ચાર ઓવરમાં 54 રન આપ્યા. આ ટી20 મેચમાં અર્શદીપ સિંહ દ્વારા આપવામાં આવેલા બીજા સૌથી વધુ રન હતા. અર્શદીપે 2022 માં દક્ષિણ આફ્રિકા સામે એક જ T20 મેચમાં 62 રન આપ્યા હતા.
લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતનું બેટિંગ પ્રદર્શન નબળું રહ્યું અને ટીમે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી. શુભમન ગિલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ફ્લોપ રહ્યા. શુભમન ગિલ પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. આ દરમિયાન અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ થોડી જ વારમાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી.
ભારત માટે, ફક્ત તિલક વર્માએ સારી બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. તિલક છેલ્લો બેટ્સમેન હતો જે આઉટ થયો. ભારત માટે તિલક વર્માએ 34 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા. જીતેશ શર્માએ 27, અક્ષર પટેલે 21, હાર્દિક પંડ્યાએ 20 અને અભિષેક શર્માએ 17 રન બનાવ્યા.




















