શોધખોળ કરો
Advertisement
ઇમરાન ખાન પર ભડક્યો આ પૂર્વ પાક ક્રિકેટર, બોલ્યો- મે તને પીએમ બનાવ્યો ને તુ હવે ભગવાન બની ગયો
મિયાંદાદે કહ્યું કે ઇમરાન ખાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)માં અધિકારીઓની નિયુક્તિ કરીને રાજ્ય ક્રિકેટને બરબાદ કરી નાંખ્યુ, તેને કહ્યું કે, એવા લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા જેને ક્રિકેટમાં ઝીરો સમજણ છે
ઇસ્લામાબાદઃ પાડોશી દેશ પાકિસ્તાનમાં રોજ કંઇકને કંઇજ વિવાદો બહાર આવતા રહે છે, હવે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે પોતાની પૂર્વ સાથી ખેલાડી અને હાલના પીએમ ઇમરાન ખાન પર ગુસ્સો ઠાલવ્યો છે. તેમને ઇમરાન ખાન પર નિશાન તાકતા કહ્યું કે તે મે તને પીએમ બનાવ્યો છે, અને હવે તુ ભગવાન બની રહ્યો છે.
મિયાંદાદે કહ્યું કે ઇમરાન ખાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)માં અધિકારીઓની નિયુક્તિ કરીને રાજ્ય ક્રિકેટને બરબાદ કરી નાંખ્યુ, તેને કહ્યું કે, એવા લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા જેને ક્રિકેટમાં ઝીરો સમજણ છે. મિયાંદાદે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, પીસીબીમાં કોઇપણ અધિકરીઓને રમત વિશે એબીસી પણ ખબર નથી. રાજ્ય ક્રિકેટના મામલે વ્યક્તિગત રીતે ઇમરાન ખાન સાથે વાત કરીશ, હું કોઇને નહીં છોડુ, જે અમારે દેશ માટે યોગ્ય નથી.
પૂર્વ કેપ્ટન મિયાંદાદે બર્મિઘમના પૂર્વ ક્રિેટર અને પીસીબીના સીઇઓ વસીમ ખાન તરફ અપ્રત્યક્ષ રીતે ઇશારો કરતા કહ્યું કે, તમે એક વ્યક્તિને વિદેશથી લઇને આવ્યા, જો તે આપણાથી ચોરી કરે છે તો તમે તેને કેવી રીતે પકડશો. તેમને કહ્યું હાલ જે ખેલાડી રમી રહ્યાં છે તેમનુ ક્રિકેટમાં વધુ ભવિષ્ય હોવુ જોઇએ. હું નથી ઇચ્છતો કે આ ક્રિકેટરો ભવિષ્યમાં મજૂરો બને, તેમને બરબાદ કર્યા બાદ છોડી દેવામાં આવ્યા છે. હુ પહેલાથી આ વાતને કહી રહ્યો છું. 63 વર્ષીય મિયાંદાદે કહ્યું કે પાકિસ્તાનના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન ઇમરાન, આ વાત પર ધ્યાન નથી આપી રહ્યાં કે પીસીબી કઇ રીતે કામ કરે છે.
પૂર્વ કેપ્ટન મિયાંદાદે ઇમરાન ખાનને કહ્યું કે, હું તમારો કેપ્ટન હતો, તુ મારો કેપ્ટન નથી. હું રાજનીતિમાં આવીશ પછી તારી સાથે વાત કરીશ. હું એક એવો વ્યક્તિ છું, જેને તારુ હંમેશા નેતૃત્વ કર્યુ છે. તુ જાણે આ દેશનો ઇન્ટેલિજન્ટ હોય તે રીતે વર્તન કરી રહ્યો છે. તને દેશની પરવા નથી. તુ મારા ઘરે આવ અને એક વડાપ્રધાનમાંથી બહાર નીકળ. હુ તને પડકાર ફેંકુ છુ તુ તે ફગાવીને બતાવ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion