શોધખોળ કરો
પ્રથમ ટેસ્ટ પહેલા કયા ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વિરાટ કોહલી સામે રમી માઇન્ડ ગેમ, ટેસ્ટની બન્ને ઇનિંગમાં શું કરવાનુ કહ્યું
હેઝલવુડે કહ્યું - 17 ડિસેમ્બરની પહેલી એડિલેડ ટેસ્ટમાં તેને કોહલી સામે થોડીગણુ માનસિક દબાણ કામ આવશે. તેને કહ્યું વનડેમાં મને મારી કિસ્મતે ફાયદો કરાવ્યો, અને આનાથી હુ ટેસ્ટ સીરીઝમાં પણ ફાયદો ઉઠાવીશ
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ આગામી 17 ડિસેમ્બરથી શરૂ થઇ રહી છે. ખાસ વાત છે કે વનડે સીરીઝમાં વિરાટ કોહલી જે બૉલર સામે પરેશાન દેખાયો તેને કોહલીને ફરી એકવાર ટેસ્ટ મેચમાં મુશ્કેલીમાં મુકવાની ચેલેન્જ આપી છે. ઉલ્લેખનીય છે કે હેઝલવુડે ત્રણેય વનડેમાં કોહલીને પરેશાન કર્યો અને ત્રણેયમાં વિકેટ લીધી હતી. હવે ફરી એકવાર આ વાતનો લાભ લઇને હેઝલવુડે કોહલી પર માનસિક દબાણ વધારવાનુ શરૂ કર્યુ છે.
હેઝલવુડે કહ્યું - 17 ડિસેમ્બરની પહેલી એડિલેડ ટેસ્ટમાં તેને કોહલી સામે થોડીગણુ માનસિક દબાણ કામ આવશે. તેને કહ્યું વનડેમાં મને મારી કિસ્મતે ફાયદો કરાવ્યો, અને આનાથી હુ ટેસ્ટ સીરીઝમાં પણ ફાયદો ઉઠાવીશ. લાલ બૉલ અને ગુલાબી બૉલથી રમવા અંગે ઘણુ બધુ અંતર હોય છે.
પ્રતિકાત્મક તસવીર
હેઝલવુડે કહ્યું કે કોહલીની વિકેટ લેવી બહુ મહત્વની વાત છે, મને લાગે છે કે હુ ટેસ્ટની બે ઇનિંગમાં ફરી એકવાર કોહલી પર દબાણ બનાવવામાં સફળ રહી શકુ છુ. અમે સારી શરૂઆત કરીશું. અમે કોહલીને બન્ને ઇનિંગમાં દબાણમાં રાખવા પ્રયાસ કરીશું.
જોકે, હેઝલવુડે એ વાત પણ સ્વીકારી કે ડે-નાઇટ ટેસ્ટમાં પહેલા બૉલિંગ કરવી આસાન નથી હોતી, મને લાગે છે કે જો પહેલા બેટિંગ કરીએ તો ફાયદો મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement