KKR vs MI IPL 2021 : રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કોલકાતા સામે 10 રને જીત, ચહરની 4 વિકેટ
IPL 2021ની પાંચમી મેચમાં ચેન્નઈ ખાતે મુંબઈ ઇન્ડિયન્સની કોલકાતા સામે 10 રનથી જીત થઈ હતી. 153 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 142 રન જ કરી શકી.
kkr vs mi ipl 2021 : IPL 2021ની પાંચમી મેચમાં ચેન્નઈ ખાતે મુંબઈ ઇન્ડિયન્સની કોલકાતા સામે 10 રનથી જીત થઈ હતી. 153 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 142 રન જ કરી શકી. કોલકાતા તરફથી સૌથી વધુ રન નીતશ રાનાએ બનાવ્યા હતા. રાણાએ બેક ટુ બેક અડધી સદી ફકટારતા આજે 57 રન બનાવ્યા હતા. શુભમન ગીલે 37 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી રાહુલ ચહરે 4 ઓવરમાં માત્ર 27 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 153 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ હતી. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે 56 અને રોહિત શર્માએ 43 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આન્દ્રે રસેલે 5, પેટ કમિન્સે 2, જ્યારે વરુણ ચક્રવર્તી, શાકિબ અલ હસન અને પ્રસિદ્વ કૃષ્ણએ 1-1 વિકેટ લીધી.
કોલકાતાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે મુંબઈની ટીમમાં એક બદલાવ છે. ક્રિસ લિનની જગ્યાએ કવિન્ટન ડી કોક રમી રહ્યો છે. સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ બેંગલોર સામે 2 વિકેટે હારી ગઈ હતી, જ્યારે કોલકાતાએ હૈદરાબાદને 10 રને માત આપી હતી.
મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, માર્કો જેન્સન, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ-11: નીતીશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઓઇન મોર્ગન (કપ્તાન), આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાકિબ અલ હસન, પેટ કમિન્સ, હરભજન સિંહ, પ્રસિદ્વ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તી