(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ZIM: આખરે શિખર ધવને મૌન તોડ્યું, કેએલ રાહુલને કેપ્ટન બનાવવા અંગે આપ્યું નિવેદન
India vs Zimbabwe: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. અહીં કેએલ રાહુલની કપ્તાનીમાં ભારતીય ટીમ ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. આ શ્રેણીમાં ભારતીય ટીમે ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે.
India vs Zimbabwe: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. અહીં કેએલ રાહુલની કપ્તાનીમાં ભારતીય ટીમ ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. આ શ્રેણીમાં ભારતીય ટીમે ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે. બંને ટીમો વચ્ચે 18 ઓગસ્ટથી વનડે શ્રેણી રમાશે. તો બીજી તરફ, આ શ્રેણીની શરૂઆત પહેલા, ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અને ઓપનર શિખર ધવને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે એક મોટી વાત કહી છે.
કેએલ રાહુલ અંગે આપ્યું નિવેદન
શિખર ધવને કહ્યું કે એ સારી વાત છે કે કેએલ રાહુલ ભારતીય ટીમમાં પાછો ફર્યો છે અને તે ટીમનું સુકાન સંભાળશે. તેણે કહ્યું કે કેએલ રાહુલ ટીમના મહત્વના ખેલાડીઓમાનો એક છે. મને આશા છે કે કેએલ રાહુલ આ પ્રવાસમાં સારો દેખાવ કરશે. ભારતીય ઓપનર વોશિંગ્ટન સુંદરના આ શ્રેણીમાંથી બહાર થવાનું દુઃખ છે, પરંતુ ક્રિકેટરની ઈજા કરિયરનો એક ભાગ છે. તો બીજી તરફ, ભારતીય ઓપનરે આશા વ્યક્ત કરી કે વોશિંગ્ટન સુંદર ટૂંક સમયમાં જ ફિટ થઈને જોરદાર વાપસી કરશે. શિખર ધવનના મતે યુવા ખેલાડીઓને આ પ્રવાસમાં ઘણું શીખવા મળશે.
તે વિશ્વ ક્રિકેટ માટે સારું છે
ભારતીય ટીમના ઓપનર શિખર ધવને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે કહ્યું હતું કે, વિશ્વ ક્રિકેટ માટે તે ખૂબ જ સારું છે કે અમે ઝિમ્બાબ્વે સામે રમીશું. તેમને એક મજબૂત પક્ષ સામે રમવાનું છે. તો અમે યુવા ટીમ સાથે ઉતરીશું. આ મેચમાં બંને ટીમો વચ્ચે બરાબરીનો ખેલ જોવા મળશે. ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ માટે આ બહુ સારુ રહેશે જો તેઓ ગુણવત્તાયુક્ત ટીમો સામે મેચો રમશે. ધવને કહ્યું કે ઝિમ્બાબ્વેએ તાજેતરમાં બાંગ્લાદેશ સામેની શ્રેણી જીતી હતી. તે સારું ક્રિકેટ રમી રહ્યા છે. અમે અહીં પ્રદર્શન કરવા આવ્યા છીએ. અમારે અમારી પ્રક્રિયા પર ધ્યાન આપવું પડશે જેથી અમે યોગ્ય પરિણામ મેળવી શકીએ.
ઝિમ્બાબ્વની ટીમ
રયાન બર્લે, રેજીસ ચકાબ્વા (કેપ્ટન), તનાકા ચિવાંગા, બ્રેડલી ઇવાન્સ, લ્યૂક જોંગવે, ઇનોસેન્ટ કાયા, તાકુદજ્વાનાશે કેટાનો, ક્લાઇવ મદાન્ડે, વેસ્લી મધેવેરે, તદીવાનાશે મારુમની, જોહ્ન મસારા, ટોની મુન્યોંગા, રિચાર્ડ નગારવા, વિક્ટર ન્યારાઉ, મિલ્ટન શુમ્બા, ડોનાલ્ડ તિરિપાનો.
ભારતીય ટીમ
શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકી), સંજુ સેમસન (વિકી), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ, દીપક ચહર અને કેએલ રાહુલ (કેપ્ટન).