શોધખોળ કરો

અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા

KS Bharat International Retirement: ભારત માટે સાત ટેસ્ટ રમી ચૂકેલો ભરત અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વિકેટકીપર-બેટ્સમેન કેએસ ભરતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.
  • તેમણે અફઘાનિસ્તાન ટેસ્ટ પહેલા સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી.
  • ભરતે BCCI, પરિવાર, કોહલી, રોહિત, દ્રવિડનો વિશેષ આભાર માન્યો.
  • ભારત માટે સાત ટેસ્ટમાં 221 રન બનાવ્યા, છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરીમાં હતી.

KS Bharat International Retirement:  ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટ્સમેન કેએસ ભરતે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા હતા. ભારત માટે સાત ટેસ્ટ રમી ચૂકેલો ભરત અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. એક સમયે ટેસ્ટ ક્રિકેટર ઋષભ પંતના બેકઅપ તરીકે રમનાર ભરત લાંબા સમયથી રમતથી દૂર હતો. 32 વર્ષીય ખેલાડીએ ફેબ્રુઆરી 2024માં ભારત માટે છેલ્લી ટેસ્ટ રમી હતી.

બધાનો આભાર માન્યો

તેમણે પોતાની નિવૃત્તિની પોસ્ટમાં સૌપ્રથમ "આભાર બીસીસીઆઈ" લખ્યું. વધુમાં ભરતે લખ્યું હતું કે, "ગર્વ અને કૃતજ્ઞતાની ભાવના સાથે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું."

View this post on Instagram
 
A post shared by K S Bharat (@konasbharat)

તેમણે આગળ લખ્યું હતું કે, "મારા દેશ માટે રમવું એ મારા માટે સૌથી ગર્વની ક્ષણ રહી છે. આ સફરમાં ઘણી ધીરજ અને ખંતની જરૂર પડી છે પરંતુ ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ એક અમૂલ્ય ક્ષણ છે. ચાર લોકોના પરિવારમાં અમે બધા બે દાયકાથી એક જ સ્વપ્ન સાથે જીવી રહ્યા છીએ. મને આટલું વાતાવરણ અને ટેકો આપવા બદલ મારી બહેન, માતા અને પિતાનો ખૂબ ખૂબ આભાર. હું તેમના પ્રેમ, શિસ્ત અને સખત મહેનતનું પરિણામ છું."

ભરતે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કારકિર્દીના વિવિધ તબક્કામાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવવા બદલ ખાસ આભાર માન્યો હતો. તેણે વિરાટ કોહલીનો IPLમાં ડેબ્યૂ કરાવવા અને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપવા બદલ આભાર માન્યો. તેણે કેપ્ટન રોહિત શર્માનો પણ આભાર માન્યો અને કહ્યું કે તેની કેપ્ટનશીપ હેઠળ ટેસ્ટમાં ડેબ્યૂ કરવું તેના માટે અમૂલ્ય છે.

કેએસ ભરતની કારકિર્દી

કેએસ ભરતે પોતાની કારકિર્દીમાં ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યો છે. તેણે 7 ટેસ્ટ રમી હતી. 12 ઇનિંગ્સમાં તેણે 20.09 ની સરેરાશથી 221 રન બનાવ્યા હતા. તેનો હાઈ સ્કોર 44 હતો. તેની ફર્સ્ટ ક્લાસ કરિયરની વાત કરીએ તો, તેણે 113 મેચોની 180 ઇનિંગ્સમાં 61.32 ની સરેરાશથી 6102 રન બનાવ્યા, જેમાં 11 સદી અને 34 અડધી સદીનો સમાવેશ થાય છે. 

Frequently Asked Questions

કેએસ ભરતે કયા ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી?

કેએસ ભરતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ પહેલા સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા હતા.

કેએસ ભરતની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કારકિર્દી કેવી રહી?

કેએસ ભરતે ભારત માટે 7 ટેસ્ટ રમી હતી. 12 ઇનિંગ્સમાં તેણે 20.09ની સરેરાશથી 221 રન બનાવ્યા હતા, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 44 હતો.

કેએસ ભરતે નિવૃત્તિની જાહેરાત કરતી વખતે કોનો આભાર માન્યો?

તેમણે BCCI, પોતાના પરિવાર, રોહિત શર્મા, વિરાટ કોહલી અને ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડનો આભાર માન્યો. વિરાટનો IPL ડેબ્યુ માટે અને રોહિતનો ટેસ્ટ ડેબ્યુ માટે ખાસ આભાર માન્યો.

કેએસ ભરતે ભારત માટે છેલ્લી ટેસ્ટ ક્યારે રમી હતી?

કેએસ ભરતે ફેબ્રુઆરી 2024માં ભારત માટે છેલ્લી ટેસ્ટ રમી હતી. 32 વર્ષીય ખેલાડી લાંબા સમયથી રમતથી દૂર હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget