શોધખોળ કરો
Advertisement
ક્રિસ ગેલની બેટિંગથી ફરીથી જીતના પાટા પર આવેલી પંજાબની ટીમે ગેલ માટે શું કહ્યું, જાણો વિગતે
ક્રિસ ગેલના 51 રન અને મનદીપ સિંહે અણનમ 66 રન બનાવ્યા, આમ પંજાબે કોલકત્તા નાઇટરાઇડર્સને આઠ વિકેટ માત આપી હતી. સતત પાંચમી મેચમાં જીત મેળવીને ટીમને પ્લેઓપની રેસમાં ટકાવી રાખવા માટે ગેલનુ મોટુ યોગદાન છે. હવે ટીમ પૉઇન્ટ ટેબલ પર 5માં નંબર પર પહોંચી ગઇ છે
નવી દિલ્હીઃ ક્રિસ્ટોફર હેનરી ગેલ જેને ટી20નો યૂનિવર્સલ બૉસ પણ કહેવામાં આવે છે. તેને ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે ઉંમર કોઇ મહત્વની નથી. ટી20 ક્રિકેટમાં 41 વર્ષીય ગેલે પોતાનો જલવો કાયમ રાખ્યો છે. સોમવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં ગેલે તોફાની બેટિંગ કરી, તેને 29 બૉલમાં 51 રનોની તાબડતોડ ઇનિંગ રમી જેમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
ક્રિસ ગેલના 51 રન અને મનદીપ સિંહે અણનમ 66 રન બનાવ્યા, આમ પંજાબે કોલકત્તા નાઇટરાઇડર્સને આઠ વિકેટ માત આપી હતી. સતત પાંચમી મેચમાં જીત મેળવીને ટીમને પ્લેઓપની રેસમાં ટકાવી રાખવા માટે ગેલનુ મોટુ યોગદાન છે. હવે ટીમ પૉઇન્ટ ટેબલ પર 5માં નંબર પર પહોંચી ગઇ છેય
પંજાબે કરી ક્રિસ ગેલની પ્રસંશા
મેચ બાદ કિંગ્સ ઇલેવન પંજાબે ગેલની પ્રસંશા કરતા ટ્વીટ કર્યુ- શેરની ઉંમર વધારે છે પરંતુ ઘરડો નથી થયો હજુ સુધી. ગેલ પણ હાલ ટી20 ક્રિકેટમાં સન્યાસ લેવાના મૂડમાં નથી. મેન ઓફ ધ મેચ ક્રિસ ગેલે જણાવ્યુ કે, ટીમના યુવા સાથીઓએ તેને કહ્યું કે તે આ નાના ફોર્મેટથી અત્યારે સન્યાસ ના લેવો જોઇએ. મનદીપ સિંહે પણ ક્રિસ ગેલની પ્રસંશા કરતાં કહ્યું- તે યુનિવર્સલ બૉસ છે, તેને ક્યારેય રિટાયર ના થવુ જોઇએ.
પંજાબ માટે લકી સાબિત થયો ગેલ
આઇપીએલ 2020ની સિઝનમાં સતત પાંચ મેચોમાં હાર મળ્યા બાદ, એક સમય પંજાબની ટીમ સંકટમાં હતી, આઇપીએલનો અડધો સફર પુરો થયા બાદ પંજાબની ટીમ સાત મેચોમાંથી છ મેચો હારી ચૂકી હતી. પૉઇન્ટ ટેબલ પર ટીમ તળીયે આવી ગઇ હતી. પછી ક્રિસ ગેને પંજાબે આઠમી મેચમાં રમાડ્યો, અને તેને આવતા જ ફિફ્ટી ફટકારીને ટીમને જીત અપાવી હતી.
ખાસ વાત છે કે ક્રિસ ગેલના આવ્યા બાદ પંજાબની ટીમ એક પણ મેચ નથી હારી. ગેલે આઇપીએલ 2020ની પાંચ મેચોમાં 177 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 15 છગ્ગા પણ ફટકાર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement