શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વોર્ન XI vs પોન્ટિંગ XI: દાયકાઓ બાદ અકરમ, પોન્ટિંગ, વોર્ન સહિતના દિગ્ગજો રમવા આવશે મેદાનમાં, જાણો કેમ?
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભયાનક આગ લાગી હતી, જેમાં કરોડોની સંખ્યામાં જાનવરો, પક્ષીએ અને બીજા અન્ય જીવો માર્યા ગયા હતા. ઉપરાંત લાખો લોકો પણ પ્રભાવિત થયા હતા
નવી દિલ્હીઃ દાયકાઓ બાદ ક્રિકેટના જુના ખેલાડીઓ એકસાથે મેચ રમતા મેદાનમા દેખાશે, કેમકે બુશફાયર ક્રિકેટની શરૂઆત થવાની છે અને આમાં વોર્ન XI vs પોન્ટિંગ XI વચ્ચે મેચ રમાશે. આ મેચ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગથી પ્રભાવિત થયેલા લોકોને મદદ અને રાહત કાર્ય માટે ત્રણ મેચો રમાવવાની છે. આ મેચને ઓલ-સ્ટાર ટી20 મેચનુ નામ આપવામાં આવ્યુ છે.
આ ક્રિકેટમાં વોર્ન XI અને પોન્ટિંગ XI બન્ને ટીમો આમને સામને ટકરાશે. ખાસ વાત છે કે, આ ટીમોને સચિન તેંદુલકર પોન્ટિંગની ટીમને અને કર્ટલી વૉલ્શ શેન વોર્નની ટીમને કૉચિંગ કરશે. આ મેચમાં ક્રિકેટના દિગ્ગજો જેવા કે રિકી પોન્ટિંગ, શેન વોર્ન, ગિલક્રિસ્ટ, વસીમ અકરમ, યુવરાજ સિંહ, જસ્ટિન લેન્ગર, મેથ્યુ હેડન સહિતના ખેલાડીઓ જોડાયા છે.
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભયાનક આગ લાગી હતી, જેમાં કરોડોની સંખ્યામાં જાનવરો, પક્ષીએ અને બીજા અન્ય જીવો માર્યા ગયા હતા. ઉપરાંત લાખો લોકો પણ પ્રભાવિત થયા હતા.
આ ત્રણ મેચોથી જે ફંડ એકઠુ થાય તે ઓસ્ટ્રેલિયન રેડ ક્રૉસ ડિઝાસ્ટર રિલીઝ રિક્વરી ફંડને આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion