શોધખોળ કરો

Mayank Agarwal: ભારતીય ક્રિકેટર મયંક વિરુદ્ધ કાવતરું? પાણીમાં ભેળવવામાં આવ્યું ઝેર? પોલીસ ફરિયાદ નોંધાવી

Mayank Agarwal: મયંકે એક પાઉચમાંથી પાણી હોવાનું સમજીને તેને પીધું હતું.   તે પીધા પછી તેની તબિયત અચાનક ખરાબ થઇ હતી.

Mayank Agarwal Health Update: ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેનાથી તેનો જીવ પણ જોખમમાં મુકાઇ શક્યો હોત. જોકે આ મામલે મયંક અગ્રવાલના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મંગળવારે, કર્ણાટકનો કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ નવી દિલ્હી માટે ઉડાણ ભરવા પ્લેનમાં બેઠો હતો કે અચાનક તેની તબિયત ખરાબ થતા તેને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. મયંકે કેટલાક કાવતરાનો આરોપ લગાવતા પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

અહેવાલો અનુસાર, મયંકે એક પાઉચમાંથી પાણી હોવાનું સમજીને તેને પીધું હતું.  આ પાઉચ ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં તેની સીટ પર રાખવામાં આવ્યું હતું. તે પીધા પછી તેની તબિયત અચાનક ખરાબ થઇ હતી. તેના ગળામાં બળતરા થવા લાગી અને તેને ઉલટી પણ થઇ હતી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત હવે સ્થિર છે અને તે ખતરાની બહાર છે. મયંકે તેના મેનેજર મારફત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પશ્ચિમ ત્રિપુરાના પોલીસ અધિક્ષક કિરણ કુમારે સમાચાર એજન્સી પીટીઆઈ-ભાષાને જણાવ્યું હતું કે, મયંક અગ્રવાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી છે. હવે તેની હાલત સ્થિર છે પરંતુ તેના મેનેજરે આ મામલે તપાસ કરવા NCCPS (ન્યુ કેપિટલ કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશન)માં ફરિયાદ નોંધાવી છે. તેના મેનેજરે કહ્યું હતું કે જ્યારે તે પ્લેનમાં બેસી રહ્યો હતો ત્યારે તેની સામે એક પાઉચ રાખવામાં આવ્યું હતું. તેણે તેમાંથી થોડું પીધું, પરંતુ અચાનક તેનું મોં બળવા લાગ્યું અને તે બોલી શક્યો નહીં અને તેને ILS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જો કે હાલમાં તેમની હાલત સ્થિર છે.

રાજ્યના આરોગ્ય સચિવ કિરણ ગિટ્ટેએ જણાવ્યું હતું કે, પોલીસે તેમની ફરિયાદ નોંધી લીધી છે અને અમે મામલાની તપાસ કરીશું. તેના મેનેજરના કહેવા પ્રમાણે, તે હવે બેંગલુરુ જશે અને તે દરમિયાન અમે તેને અગરતલામાં જે પણ સારી સારવાર ઉપલબ્ધ થશે તે પૂરી પાડીશું.

આઇએલએસ હોસ્પિટલ તરફથી મેનેજર મનોજ કુમાર દેબનાથે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે ક્રિકેટરને મોઢામાં થોડી બળતરા થઈ હતી અને તેના હોઠ પર સોજો આવી ગયો હતો. હોસ્પિટલના તબીબો દ્વારા ઈમરજન્સી વિભાગમાં તપાસ કર્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેમની હાલત સ્થિર છે અને તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશGir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશAhmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget