શોધખોળ કરો

MI vs DC: મુંબઈએ દિલ્હીને 29 રને હરાવ્યું, આ સિઝનની મળી પહેલી જીત

MI vs DC Live Score Updates: મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. તમે આ મેચના લાઈવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.

Key Events
mi-vs-dc-score-live-updates-mumbai-indians-vs-delhi-capitals-ipl-2024-20th-match-wankhede-stadium MI vs DC: મુંબઈએ દિલ્હીને 29 રને હરાવ્યું, આ સિઝનની મળી પહેલી જીત
( Image Source : Social Media )

Background

MI vs DC Live Score: IPL 2024ની 20મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બંને ટીમો માટે મહત્વની રહેશે. આ મેચ દ્વારા મુંબઈની નજર સિઝનની તેની પ્રથમ જીત પર હશે, જ્યારે દિલ્હી તેની બીજી જીત નોંધાવવા પ્રયાસ કરશે. 

મુંબઈએ અત્યાર સુધી 3 મેચ રમી છે, જેમાં તેને માત્ર હાર મળી છે. બીજીતરફ, દિલ્હી કેપિટલ્સે 4 મેચ રમી છે, જેમાં તે માત્ર 1 જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં આજે બંને ટીમો પૂરી તૈયારી સાથે એકબીજા સામે ઉતરવા માંગશે. તો ચાલો જાણીએ કે આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, મેચની આગાહી અને વાનખેડેની પીચ રિપોર્ટ શું હોઈ શકે છે.

પીચ રિપોર્ટ 
મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ ખાસ કરીને ટી-20માં બેટ્સમેનો માટે અનુકૂળ છે. પરંતુ અહીં આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી એકમાત્ર મેચમાં બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. રાજસ્થાન સામે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં માત્ર 125/9 રન બનાવ્યા હતા. પરંતુ ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાને 15.3 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. જોકે, હજુ પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચમાં અહીં બેટિંગ ફ્રેન્ચાઈઝી પિચ ઉપલબ્ધ થશે.

મેચ પ્રિડિક્શન 
અત્યાર સુધી IPL 2024 મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી. ટીમને ત્રણમાંથી ત્રણેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજીતરફ દિલ્હી માટે અત્યાર સુધી સિઝન કંઈ ખાસ રહી નથી. ટીમ ચારમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. દિલ્હીએ તેની એકમાત્ર જીત ચેન્નાઈ સામે નોંધાવી હતી. ચેન્નાઈને હરાવનાર દિલ્હીનો આત્મવિશ્વાસ ચોક્કસ હશે. આવી સ્થિતિમાં અમારું અનુમાન મીટર કહે છે કે આ મેચમાં દિલ્હીની ટીમ મુંબઈ પર પ્રભુત્વ જમાવશે.

મુંબઇ ઇન્ડિયનની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રૂઈસ, જસપ્રીત બુમરાહ, પિયૂષ ચાવલા, ગેરાલ્ડ કૉએત્ઝી, ટિમ ડેવિડ, ઈશાન કિશન (વિકેટકીપર), આકાશ માધવાલ, ક્વેના મફાકા, સૂર્યકુમાર યાદવ.
ઇમ્પેક્ટ પ્લેયર - નમન ધીર.

દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
પૃથ્વી શૉ, ડેવિડ વોર્નર, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, રસિક દાર સલામ, એનરિક નોર્કિયા, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ અને જેક ફ્રેઝર મેકગર્ક.
ઇમ્પેક્ટ પ્લેયર- અભિષેક પોરેલ 

19:29 PM (IST)  •  07 Apr 2024

મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું

MI vs DC: મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં તેમના હોમ ફેન્સ સામે દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું છે. IPL 2024માં MIની આ પહેલી જીત છે, આ પહેલા ટીમ સતત 3 મેચ હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 234 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે દિલ્હી માટે પૃથ્વી શૉએ 40 બોલમાં 66 રનની ઈનિંગ રમી હતી, જ્યારે અભિષેક પોરેલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની મહત્વની ઈનિંગ્સ પણ ટીમને જીત તરફ લઈ જઈ શકી નહોતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 25 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. એમઆઈ માટે રોહિત શર્માએ 49 રન, ઈશાન કિશને 42 રન બનાવ્યા અને છેલ્લી ઓવરોમાં ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે સિક્સર ફટકારી. નોંધનિય છે કે, હાર્દિક પંડ્યાએ બે દિવસ પહેલાં જ સોમનાથ મંદિરે દર્શન કર્યા હતા. જેથી ફેન્સ કહી રહ્યા છે કે, આખરે હાર્દિક પંડ્યા પર સોમનાથ દાદાની કૃપા વરસી છે.

18:59 PM (IST)  •  07 Apr 2024

દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો, રિષભ પંત 1 રન બનાવીને આઉટ

મુંબઈ ઈન્ડિયન્સ જીતની નજીક જઈ રહી છે. દિલ્હી માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટીમની ચોથી વિકેટ પડી. કેપ્ટન ઋષભ પંત માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ગેરાલ્ડ કોએત્ઝીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. દિલ્હીએ 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget