MI vs RCB, IPL 2021: સીઝનના પ્રથમ મુકાબલામાં બેંગ્લોરે મુંબઈને 2 વિકેટથી હરાવ્યું, ડિવિલિયર્સ રહ્યો જીતનો હીરો
MI vs RCB, IPL 2021 Highlights: રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું છે. 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બેંગલોરે 20 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ મેચનો હીરો ડિવિલિયર્સ રહ્યો હતો.
MI vs RCB, IPL 2021 Highlights: રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું છે. 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બેંગલોરે 20 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ મેચનો હીરો ડિવિલિયર્સ રહ્યો હતો. એબી ડિવિલિયર્સે સૌથી વધારે 28 બોલમાં 47 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 29 બોલમાં 4 ફોરની મદદથી 33 રન કર્યા હતા. કોહલી અને ગ્લેન મેક્સવેલે ત્રીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી. ગ્લેન મેક્સવેલ 39 રન કર્યા હતા. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહ અને માર્કો જાનસેને 2-2 વિકેટ ઝડપી હતી.
ઈન્ડિયન પ્રમિયર લીગની (IPL) 14 સીઝનની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે 4 ઓવરમાં 27 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
મુંબઈ તરફથી ક્રિસ લિને સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે 31, ઈશાન કિશને 28 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે જેમિસન અને સુંદરને 1-1 સફળતા મળી હતી. હર્ષલ પટેલે અંતિમ ઓવરમાં એક પણ રન ન આપ્યો અને ત્રણ વિકેટ ઝડપી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની નજર વિજયી શરૂઆત કરવા પર છે, તો વળી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 2013 બાદ પહેલીવાર ઓપનિંગ મેચને પોતાના નામે કરવા મેદાને ઉતરી છે.
રોહિત શર્માની ટીમ છેલ્લા બે વર્ષથી આઇપીએલ વિજેતા રહી છે. રોહિતની નજર આ વખતે ખિતાબી હેટ્રિક પર છે. જોકે ટીમને પ્રથમ મેચમાં ડી કૉકના રૂપમાં મોટો ફટકો પડ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ડીકૉકની જગ્યાએ ક્રિસ લીનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ડીકૉક ક્વૉરન્ટાઇનમાં હોવાથી મેચ નહીં રમી શકે. ટીમમાં ઓપનિંગ બાદ સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કીરોન પોલર્ડ, ઇશાન કિશન છે, જ્યારે બૉલિંગ એટેકમાં ટ્રેન્ટ બૉલ્ટ, રાહુલ ચહર અને બુમરાહ છે.
મુંબઈ ઇન્ડિયન્સ ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, માર્કો જાનસેન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રજત પાટીદાર, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, ડેનિયલ ક્રિશ્ચિયન, વોશિંગ્ટન સુંદર, કાયલ જેમિસન, શાહબાઝ નદીમ, હર્ષલ પટેલ મોહમ્મદ સિરાજ અને યૂઝવેન્દ્ર ચહલ