World Cup 2023ની ફાઇનલમાં થશે ભારતની કારમી હાર, કાંગારુ દિગ્ગજે કહ્યું- અમે 450 ફટકારીશું, ભારત 65માં ઓલઆઉટ થશે.....
ભારતીય ટીમે વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી. બીજીબાજુ ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે
IND vs AUS Final: ભારતીય ટીમે વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી. બીજીબાજુ ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ વર્ષે કઈ ટીમ ચેમ્પિયન બનવા જઈ રહી છે તે અનુમાન લગાવવું મુશ્કેલ છે, પરંતુ ક્યાંકને ક્યાંક ટીમ ઈન્ડિયાનો અહીં ઉપર હાથ છે. કારણ કે ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને વર્લ્ડકપમાં એક પણ મેચ હારી નથી, પરંતુ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ મિશેલ માર્શનું એક જુનુ ટ્વીટ અત્યારે ખુબ જ વાયરલ થઇ રહ્યું છે જેમાં મિશેલ માર્શનું કહેવું છે કે, ભારતીય ટીમ ફાઇનલમાં માત્ર 65 રન પર ઓલઆઉટ થઈ જશે, એટલુ જ નહીં ઓસ્ટ્રલિયન ટીમ 450 રન ફટકારી દેશે.
ખરેખરમાં, દિલ્હી કેપિટલ્સના પૉડકાસ્ટમાં ફાઈનલ મેચ વિશે વાત કરતી વખતે મિશેલ માર્શે કહ્યું, “ઓસ્ટ્રેલિયન ટીમ આ મેચમાં હારશે નહીં. ઓસ્ટ્રેલિયાની ટીમ 2 વિકેટ ગુમાવીને 450 રન બનાવશે. વળી, ભારતીય ટીમ માત્ર 65 રનમાં ઓલઆઉટ થઈ જશે. માર્શે જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે દરેક જગ્યાએ તેની ચર્ચા થવા લાગી હતી. કારણ કે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી કોઈએ ભારતને 100 રનની અંદર પણ ઓલઆઉટ નથી કરી, તો 65 રન જ દૂરની વાત છે.
20 વર્ષ પહેલા ટકરાઇ હતી ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં
વર્ષ 2003માં વર્લ્ડકપ ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થઇ હતી. તે મેચમાં કેપ્ટન રિકી પોન્ટિંગની 140 રનની તોફાની ઈનિંગ રમી, જેના કારણે કાંગારૂ ટીમે 2 વિકેટે 359 રનનો વિશાળ સ્કૉર બનાવ્યો હતો. ભારતીય ટીમ માત્ર 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારત ફાઈનલ મેચ જીતવાનું ચૂકી ગઇ હતી.
ફાઇનલમાં આવી હોઇ શકે છે બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા ટીમ
ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.
So Mitchel Marsh first says they'll stay undefeated and beat India where we'll be bowled out at just 65
— Naman🏏🥰 (@NamanShah2607) November 17, 2023
He also had mentioned that Australia will play PAK in the finals
Achchaaa....
Hum kya sirf taaliyaan bajane finals pauche hai kua bc#INDvsAUS #MitchellMarsh pic.twitter.com/uqiENupMrH