શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાને બીજો મોટો ફટકો, અંગત કારણોસર સ્વદેશ પરત ફર્યો આ સ્ટાર ખેલાડી, જુઓ ટ્વિટ

ICC Cricket World Cup 2023: ઓસ્ટ્રેલિયાને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ઓલરાઉન્ડર ખેલાડી મિશેલ માર્શ અંગત કારણોસર ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. માર્શ વર્લ્ડ કપ 2023માંથી અનિશ્ચિત સમય માટે બહાર છે.

Mitchell Marsh Out Of WC Indefinitely: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ઓસ્ટ્રેલિયાને વધુ એક મોટો ફટકો પડ્યો. ઓલરાઉન્ડર ખેલાડી મિશેલ માર્શ અંગત કારણોસર ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. માર્શ વર્લ્ડ કપ 2023માંથી અનિશ્ચિત સમય માટે બહાર છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે પોતે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે. લખ્યું, "ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચ માર્શ અંગત કારણોસર ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાંથી ઘરે પરત ફર્યો છે. ટીમમાં તેની વાપસીની સમયરેખા કન્ફર્મ થવાની છે." અમે તમને જણાવી દઈએ કે માર્શની ગેરહાજરી ઓસ્ટ્રેલિયા ચોક્કસપણે ચૂકી જશે કારણ કે પાંચ વખતની ચેમ્પિયન્સે બે પરાજય બાદ તેમના અભિયાનને પુનર્જીવિત કર્યું હતું. ઓસ્ટ્રેલિયા તેની આગામી મેચ 4 નવેમ્બરે રમવાનું છે. ગ્લેન મેક્સવેલ ઈજાના કારણે આ મેચમાંથી પહેલા જ બહાર છે.

માર્શે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી વિકેટ લેવાની સાથે 225 રન બનાવ્યા છે. તેણે લખનૌમાં શ્રીલંકા સામે અડધી સદી ફટકારી હતી. જ્યારે આ પછી તેણે પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. તેણે 121 રન બનાવ્યા હતા. માર્શ ઓસ્ટ્રેલિયન ટીમનો મહત્વનો હિસ્સો છે અને સેમીફાઈનલ પહેલા તેની વિદાય ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ડેવિડ વોર્નરે આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 6 મેચમાં 413 રન બનાવ્યા છે. વોર્નર આ વર્લ્ડ કપમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જો બોલિંગની વાત કરીએ તો એડમ ઝમ્પાએ અસરકારક પ્રદર્શન કર્યું છે. ઝમ્પાએ 6 મેચમાં 16 વિકેટ લીધી છે. સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં તે હાલમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 6 મેચ રમી છે અને 4 મેચ જીતી છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડ બાદ અફઘાનિસ્તાનને હરાવવું પડશે. આ પછી તેનો સામનો બાંગ્લાદેશ સામે થશે.

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે. ટીમે 6 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાના 8 પોઈન્ટ છે અને તે ત્રીજા સ્થાને છે.               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી

IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શિક્ષકનું સાચુ સન્માનHu to Bolish | હું તો બોલીશ | આ દવા મારી નાંખશે!Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણSurat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર, 3 ગુજરાતી સહિત આ રહ્યા જીતના હીરો
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 

Kohli T20I Retirement: ભારત વિશ્વ વિજેતા બનતા કિંગ કોહલીએ નિવૃતિની જાહેરાત કરી, કહ્યું- આ મારી અંતિમ ટી20...

IND vs SA Final T20 2024: ભારત બન્યું ટી20 ચેમ્પિયન, પીએમ મોદીએ કહી આ વાત

IND vs SA Final: ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, કોહલી-બુમરાહ રહ્યા જીતના હીરો

Embed widget