શોધખોળ કરો
Advertisement
મેચ પહેલા રાષ્ટ્રગીત ગાતા ગાતા રડી પડ્યો આ ભારતીય ખેલાડી, ઓસ્ટ્રેલિયન બોર્ડે શેર કર્યો વીડિયો
ખાસ વાત છે કે ઓસ્ટ્રેલિયામાં ક્વૉરન્ટાઇન પીરિયડના કારણે ભારતીય ટીમ આઇસૉલેસનમાં હતી, આ કારણે સિરાજ પિતાના અંતિમસંસ્કારમાં સામેલ નહોતો થઈ શક્યો
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારથી ત્રીજી ટેસ્ટ મેચ સિડનીમાં શરૂ થઇ છે. મેચ પહેલા બન્ને ટીમોના ખેલાડીઓ દ્વારા પોતાના દેશનુ રાષ્ટ્રગીત ગવાયુ હતુ.
આ દરમિયાન ભારતીય ટીમનો ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજ ઇમૉશનલ થઇ ગયો હતો અને આંખમાં આખુ આવી ગયા હતા, આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ખુદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે.
ટૉસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો પણ મોહમ્મદ સિરાજે જ આપ્યો હતો, સિરાજે વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરને પેવેલિયન મોકલ્યો હતો, વોર્નરને માત્ર 5 રન જ કરી શક્યો હતો. સિરાજે ગઈ મેચમાં મેલબર્ન ખાતે ડેબ્યુ કર્યું હતું. આ તેની બીજી ટેસ્ટ મેચ છે. ડેબ્યુ ટેસ્ટમાં તેણે 5 વિકેટ ઝડપી હતી.
ખાસ વાત છે કે ઓસ્ટ્રેલિયામાં ક્વૉરન્ટાઇન પીરિયડના કારણે ભારતીય ટીમ આઇસૉલેસનમાં હતી, આ કારણે સિરાજ પિતાના અંતિમસંસ્કારમાં સામેલ નહોતો થઈ શક્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement