શોધખોળ કરો

T20 WC: Moeen Aliએ હાંસલ કરી T20Iમાં મોટી ઉપલબ્ધિ, ઇંગ્લેન્ડ માટે પુરા કર્યા 1000 રન

ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ ટી20 ઇન્ટરનેશનલ રન બનાવવાનો રેકોર્ડ ઇયૉન મૉર્ગનના નામે નોંધાયેલો છે. તેને 2458 રન બનાવ્યા છે. આ મામલામાં જૉસ બ઼ટલર બીજા નંબર પર છે,

Moeen Ali T20 World Cup 2022 England: ઇંગ્લેન્ડના ખેલાડી મોઇન અલી કેટલીય વાર ટીમ માટે સારુ પ્રદર્શન કરી ચૂક્યો છે, અને પોતાના પ્રદર્શનથી ટીમને જીત પણ અપાવી ચૂક્યો છે. જોકે હવે તેને એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. આ સિલસિલામાં મોઇન અલીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ઇંગ્લેન્ડ માટે 1000 થી વધુ ટી20 ઇન્ટરનેશનલ રન બનાવનારો 8મો ખેલાડી બની ગયો છે. મોઇને આયરલેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. 

ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ ટી20 ઇન્ટરનેશનલ રન બનાવવાનો રેકોર્ડ ઇયૉન મૉર્ગનના નામે નોંધાયેલો છે. તેને 2458 રન બનાવ્યા છે. આ મામલામાં જૉસ બ઼ટલર બીજા નંબર પર છે, તેને 2395 રન બનાવ્યા છે. એલેક્સ હેલ્સ 1888 રનોની સાથે ત્રીજા નંબર પર છે. ડેવિડ મલાન 1745 રનોની સાથે ચોથા નંબર પર અને જેસન રૉય પાંચમા નંબર પર છે, તેને 1522 રન બનાવ્યા છે. 

મોઇન અલી ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ ટી20 ઇન્ટરનેશનલ રન બનાવવા મામલામાં આઠમા નંબર પર છે. આ મામલામાં કેવિન પીટરસન 7માં નંબર પર છે, તેને 1176 રન બનાવ્યા છે. જ્યારે જૉની બેયરર્સ્ટૉ 1337 રનોની સાથે છઠ્ઠા નંબર પર છે. 

પુરુષોની T20Iમાં ઇંગ્લેન્ડ માટે સર્વાધિક રન - 

2458 - ઇયૉન મૉર્ગન
2395 - જૉસ બૉટલર 
1888 - એલેક્સ હેલ્સ
1745 - ડેવિડ મલાન
1522 - જેસન રૉય
1337 - જૉની બેયરર્સ્ટો
1176 - કેવિન પીટરસન
1019 - મોઇન અલી*

T20 WC 2022: વર્લ્ડકપમાં મોટો અપસેટ, આયરલેન્ડે ઇંગ્લેન્ડને 5 રનથી હરાવ્યુ, જાણો કઇ રીતે જીત્યુ
IRE vs ENG, T20 WC: આઇસીસી ટી20 વર્લ્ડકપની સુપર 12 રાઉન્ડની આજની મેચમાં મોટો અપસેટ સર્જાયો છે. આજે ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડને 5 રનથી આયરલેન્ડ સામે હારનો સામનો કરવો પડયો છે. આ હારની સાથે જ ઇંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ખરેખરમાં, ઇંગ્લેન્ડ અને આયરલેન્ડની મેચમાં વરસાદી વિઘ્ન રહ્યુ, જેના કારણે મેચ ડીલે થઇ હતી. આયરલેન્ડને આ મેચમાં ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે 5 રનથી જીત મળી છે. સુપર 12ની ઇંગ્લેન્ડ અને આયરલેન્ડની આ મેચ મેલબૉર્નમાં રમાઇ હતી. 

ઇંગ્લેન્ડ અને આયરેલન્ડ વચ્ચેની આજની મેચ રોમાંચક હતી, આ મેચમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલી બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, પહેલા બેટિંગ કરવા ઉતરેલી આયરેલેન્ડની ટીમ 19.2 ઓવરોમાં 157 રન સમેટાઇ ગઇ હતી. આયરલેન્ડ તરફથી ટીમના કેપ્ટન એન્ડ્યૂ બાલબર્નીએ 47 બૉલમાં 62 રનોની ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. 

ઇંગ્લેન્ડની બેટિંગમાં ના દેખાયો દમ 
બીજી ઇનિંગમાં લક્ષ્યનો પીછો કરવા માટે બેટિંગમાં ઉતરેલી ઇંગ્લિશ ટીમમાં ખાસ કંઇ દમ ના દેખાયો. ઇંગ્લેન્ડની શરૂઆત મેચમાં એકદમ ખરાબ રહી. ઓપનિંગમાં આવેલા બેટ્સમેન જૉસ બટલર શૂન્ય રને પેવેલિયન ભેગો થયો, આ પછી એલેક્સ હેલ્સે 7 રન બનાવ્યા, ડેવિડ મલાને 35 રન અને બેન સ્ટૉક્સ 6 અને હેરી બ્રૂક્સ 18 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જોકે મેચમાં મોઇન અલીએ શાનદાર ઇનિંગ રમી હતી. મોઇન અલીએ 12 બૉલમાં 24 રન બનાવ્યા હતા, અને જીત માટે મહેનત કરી રહ્યો હતો, મોઇન અલીએ આ દરમિયાન 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. સાથે લિયામ લિવિંગસ્ટૉન 1 રન બનાવીને ક્રિઝ પર હતો. 

જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 14.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 105 રન બનાવીને રમી રહી હતી, તે સમયે વરસાદ પડ્યો અને મેચ અટકાવવી પડી હતી. બાદમાં એમ્પાયરોએ ડકવર્થ લૂઇસના નિયમો પ્રમાણે મેચને બંધ રાખી અને આયરલેન્ડને મેચમાં 5 રનથી જીત આપી દીધી હતી. આ જીત સાથે જ સુપર 12 રાઉન્ડમાં આયરેલન્ડને મોટો ફાયદો થયો છે અને ઇંગ્લેન્ડને નુકશાન થયુ છે. ખાસ વાત છે કે, રાઉન્ડ વનની મેચોમાં પણ આયરલેન્ડે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યુ હતુ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget