ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ છતાં ધોનીની વાર્ષિક આવકમાં 30 ટકાનો વધારો, જાણો કેટલી છે આવક?
આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે પણ ઝારખંડનો સૌથી મોટા વ્યક્તિગત કરદાતા રહ્યો છે.
ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધી હોય પરંતુ તેની વાર્ષિક આવક પર કોઈ અસર થઈ નથી. છેલ્લા એક વર્ષમાં તેની આવકમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. આવકવેરા વિભાગમાં ધોનીએ જમા કરાવાયેલા એડવાન્સ ટેક્સ આ વાતની સાબિતી આપે છે. ધોનીએ વર્ષ 2021-22 માટે આવકવેરા વિભાગને એડવાન્સ ટેક્સ તરીકે 38 કરોડ રૂપિયા ચૂકવ્યા છે, જ્યારે ગયા વર્ષે એટલે કે વર્ષ 2020-21માં આ રકમ લગભગ 30 કરોડ હતી. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે પણ ઝારખંડનો સૌથી મોટા વ્યક્તિગત કરદાતા રહ્યો છે.
નિષ્ણાતોના મતે, ધોની દ્વારા જમા કરાયેલા 38 કરોડના એડવાન્સ ટેક્સના આધારે તેની આવક વર્ષ 2021-22માં લગભગ 130 કરોડ થવાની ધારણા છે. આવકવેરા વિભાગના ડેટા અનુસાર, ધોનીએ જ્યારથી તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી છે ત્યારથી તે ઝારખંડમાં વ્યક્તિગત શ્રેણીમાં સતત સૌથી મોટો આવકવેરો ભરનાર વ્યક્તિ છે.
વર્ષ 2019-20માં તેણે 28 કરોડ ચૂકવ્યા હતા અને તે પહેલા 2018-19માં પણ લગભગ એટલી જ રકમ આવકવેરા તરીકે ચૂકવી હતી. આ પહેલા તેણે 2017-18માં 12.17 કરોડ અને 2016-17માં 10.93 કરોડનો આવકવેરો ભર્યો હતો. 15 ઓગસ્ટ 2020ના રોજ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી હતી છતાં તેની આવકમાં કોઇ ઘટાડો થયો નથી. જોકે ધોની આઇપીએલમાં રમી રહ્યો છે.
પૂર્વ ભારતીય કેપ્ટને ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે. તેણે સ્પોર્ટ્સ વેર, હોમ ઈન્ટિરિયર કંપની હોમલેન, યુઝ્ડ કાર સેલ્સ કંપની કાર્સ 24, સ્ટાર્ટઅપ કંપની ખાતાબુક, સ્પોર્ટ્સ કંપની રન એડમ, ક્રિકેટ કોચિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગમાં પણ રોકાણ કર્યું છે. રાંચીમાં તે લગભગ 43 એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરે છે.
પૉપ્યૂલર ટીવી સીરીયલ 'અનુપમા'માં હવે નહીં જોવા મળે આ હીરો ? સામે આવ્યા મોટા સમાચાર
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ફેન્સ સાથે કરાવ્યુ ફોટોશૂટ, ઇન્સ્ટા પર ખુદ શેર કરી તસવીરો..........
1લી એપ્રિલથી આ કારો થઇ જશે મોંઘી, જાણો કઇ કાર કેટલી થશે મોંઘી........
NEET 2022 પરીક્ષાને લઈને મોટા સમાચાર, આ તારીખે શરૂ થઈ શકે છે પરીક્ષા