શોધખોળ કરો

Team India Batsman: ભારતના આ 3 ધાકડ બેટ્સમેનને વન ડેમાં વિશ્વનો કોઈ બોલર આઉટ કરી શક્યો નથી

ક્રિકેટ ઈતિહાસમાં એકથી એક ધાકડ બેટ્સમેન છે, જેમણે રન અને સદીઓનો વરસાદ કરી દીધો છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા બેટ્સમેન છે જેમને વનડે ક્રિકેટમાં દુનિયાનો કોઈ બોલર આઉટ કરી શક્યો નથી.

Team India Batsman: ક્રિકેટ ઈતિહાસમાં એકથી એક ધાકડ બેટ્સમેન છે, જેમણે રન અને સદીઓનો વરસાદ કરી દીધો છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા બેટ્સમેન છે જેમને વનડે ક્રિકેટમાં દુનિયાનો કોઈ બોલર આઉટ કરી શક્યો નથી. જેમાં ભારતના પણ ત્રણ બેટ્સમેન સામેલ છે, જેમને વિશ્વનો કોઈ બોલર વન ડે ક્રિકેટમાં આઉટ કરી શક્યો નથી. ચાલો જાણીએ કોણ છે ભારતના આ 3 ખેલાડી.

1. સૌરભ તિવારી

સૌરભ તિવારીએ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો ત્યારે તેને ધોનીનો ડુપ્લિકેટ કહેવામાં આવતો હતો. સૌરભ તિવારીના લાંબા વાળ જોઈને લોકો તેની સરખામણી ધોની સાથે કરતા હતા. સૌરભ તિવારીએ IPLમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. સૌરભ તિવારીએ 2010માં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. સૌરભ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે માત્ર ત્રણ વન-ડે રમી હતી, જેમાં તે માત્ર બે ઈનિંગ્સમાં બેટિંગ કરી શક્યો હતો. આ બંને ઇનિંગ્સમાં સૌરભ તિવારી અણનમ રહ્યો હતો. આ પછી તેને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

2. ફૈઝ ફઝલ

ફૈઝ ફઝલે ઘરેલુ ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને આ જ કારણ હતું કે તેને ટીમ ઈન્ડિયામાં પણ તક આપવામાં આવી હતી, પરંતુ આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે માત્ર એક જ વન ડે મેચ રમી હતી. વર્ષ 2016માં રમાયેલી આ વન ડે મેચમાં ફૈઝ ફઝલે ઝિમ્બાબ્વે સામે અણનમ 55 રન બનાવ્યા હતા. આ શાનદાર અડધી સદી બાદ પણ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તે હજુ પણ ટીમમાં વાપસીનો રસ્તો શોધી રહ્યો છે.

3. ભરત રેડ્ડી

ભરત રેડ્ડીનું નામ ભલે આજના યુવાનો જાણતા ન હોય, પરંતુ આ ખેલાડીને ભારત માટે માત્ર ત્રણ વન-ડે રમવા મળી હતી. ભરત રેડ્ડીએ 1978 થી 1981 દરમિયાન ભારત માટે ત્રણ વનડે રમી હતી, જેમાં તેને બે વખત બેટિંગ કરવાની તક મળી હતી અને તે બંને વખત અણનમ રહ્યો હતો. આ પછી ભરત રેડ્ડી પણ ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયા અને તેમની કારકિર્દીનો પણ દુઃખદ અંત આવ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

Embed widget