SA vs BAN: સંન્યાસની જાહેરાત બાદ ખૂંખાર થયો છે આફ્રિકાનો આ ખેલાડી, વર્લ્ડકપમાં ફટકારી ત્રીજી સદી
ડી કોકે વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી સદી ફટકારી છે. ડી કોકે 101 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
ICC ODI WC 2023: ICC 2023 ODI વર્લ્ડ કપમાં આજે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો છે. બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાં બીજી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની નજર આ મેચ જીતીને સેમિફાઇનલ તરફ વધુ એક પગલું ભરવા પર હશે. દક્ષિણ આફ્રિકાના સુકાની એઈડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજે પણ ટેમ્બા બાવુમા રમતા નથી. આવી સ્થિતિમાં માર્કરામ ફરીથી કેપ્ટનશીપ કરી રહ્યો છે. લુંગી એનગિડી આજે દક્ષિણ આફ્રિકાની ટીમમાં નથી. શાકિબ અલ હસનની બાંગ્લાદેશ ટીમમાં વાપસી થઈ છે.
ડી કોકની ત્રીજી સદી
ડી કોકે વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી સદી ફટકારી છે. ડી કોકે 101 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ક્વિન્ટન ડી કોકે વર્લ્ડકપ 2023ની શરૂઆત પહેલા ટુર્નામેન્ટ બાદ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.
વિશ્વ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ સદી
- 5 - રોહિત શર્મા (2019)
- 4 - કુમાર સંગાકારા (2015)
- 3 - માર્ક વો (1996)
- 3 - સૌરવ ગાંગુલી (2003)
- 3 - મેથ્યુ હેડન (2007)
- 3 - ડેવિડ વોર્નર (2019)
- 3* - ક્વિન્ટન ડી કોક (2023)
Unstoppable Quinton de Kock hits his third #CWC23 ton to power South Africa in Mumbai 👊@mastercardindia Milestones 🏏#SAvBAN pic.twitter.com/XFs51XiVBp
— ICC (@ICC) October 24, 2023
દક્ષિણ આફ્રિકા માટે વિશ્વ કપમાં સૌથી વધુ સદી
- 4 - એબી ડી વિલિયર્સ
- 3 - ક્વિન્ટન ડી કોક
- 2 - હર્શલ ગિબ્સ
- 2 - હાશિમ અમલા
- 2 - ફાફ ડુ પ્લેસિસ
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન - તંજીદ હસન, લિટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન (કેપ્ટન), મેહદી હસન મિરાજ, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ અને હસન મહમૂદ.
દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન - ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, રાસી વેન ડેર ડ્યુસેન, એઈડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જોન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લિઝાદ વિલિયમ્સ.