ODI World Cup: વર્લ્ડકપ પહેલા જ ટીમ ઈન્ડિયા માટે આવ્યા માઠા સમાચાર
ભારતનો આધારભૂત મિડલ ઓર્ડર બેટ્સમેન ઈજાગ્રસ્ત છે અને હજી સુધી તે સંપૂર્ણ પણે ફીટ નથી.
Shreyas Iyer Doubtful For ODI World Cup 2023: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતમાં 27 જૂનથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડકપના સત્તાવાર શેડ્યૂલની જાહેરાત કરી છે. આ સાથે જ આ મેગા ઈવેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમો પાસે હવે તૈયારી માટે 100 દિવસથી ઓછો સમય બચ્યો છે. બીજી તરફ, યજમાન ભારતને મોટો ફ્ટકો પડી શકે છે. ભારતનો આધારભૂત મિડલ ઓર્ડર બેટ્સમેન ઈજાગ્રસ્ત છે અને હજી સુધી તે સંપૂર્ણ પણે ફીટ નથી.
આ ખેલાડીનું નામ છે શ્રેયસ અય્યર. શ્રેયસ અય્યર હજુ પણ પોતાની પીઠની ઈજાથી સંપૂર્ણ રીતે ફિટ નથી. શ્રેયસ અય્યરની પીઠની સમસ્યાને કારણે તેણે સર્જરી કરાવી હતી. ત્યાર બાદ સૌકોઈને આશા હતી કે, અય્યર એશિયા કપ સુધીમાં તો સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. અગાઉ સર્જરીના કારણે ઐયર IPLની 16મી સિઝનમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો હતો. હવે BCCIની મેડિકલ ટીમે તેની શ્રયસની ધીમી રિકવરી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ઐયરની રિકવરી અંગે બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ઈન્સાઈડ સ્પોર્ટને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને આશા છે કે તે વર્લ્ડકપ સુધી ફિટ થઈ જશે, પરંતુ તે નિશ્ચિતપણે કંઈ કહી શકે તેમ નથી. જ્યારે રાહુલ અને બુમરાહની રિકવરી વધુ સારી દિશામાં આગળ વધી રહી છે.
આ બે ખેલાડીઓને મળી શકે છે તક
ODI વર્લ્ડકપ 2023 પહેલા ભારતીય ટીમને તેમની તૈયારીઓની કસોટી કરવા માટે એશિયા કપ એક મોટી ટુર્નામેન્ટ તરીકે મળશે. જો શ્રેયસ અય્યર મેગા ઈવેન્ટમાંથી બહાર થઈ જશે તો સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસનને મુખ્ય ટીમમાં જગ્યા બનાવવાની તક મળશે. આ બંને ખેલાડીઓ સ્પિન બોલિંગ રમવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઉપરાંત તે મિડલ ઓર્ડરમાં ઝડપથી રન બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે. ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની મેચથી ODI વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન શ્રેયસ ઐય્યર અમદાવાદમાં રમાયેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાના કારણે તે મેચમાં બેટિંગ કરવા પણ આવી શક્યો ન હતો. ઈજાના કારણે ઐય્યર આઇપીએલની 16મી સિઝનમાંથી પણ બહાર થઈ ગયો હતો.