પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરને આવ્યો હાર્ટઅટેક, ભારત સામે કરતો શાનદાર દેખાવ
ઈએસપીએનક્રિકઈન્ફો મુજબ, તે છેલ્લા ત્રણ દિવસથી માથામાં દુખાવાની ફરિયાદ કતો હતો. પરંતુ તપાસમાં બધું સામાન્ય જણાયું હતું.
લાહોરઃ પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન ઈંઝમામ ઉલ હકને હાર્ટઅટેક આવ્યા બાદ લાહોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ESPNCricinfo ના રિપોર્ટ મુજબ, સોમવારે સાંજે એંઝિયોપ્લાસ્ટી બાદ તેની તબિયત હાલ સ્થિર છે. છેલ્લા ત્રણ દિવસથી તે માથામાં દુખાવાની ફરિયાદ કરતો હતો પરંતુ પ્રારંભિક તપાસમાં ડોક્ટરોએ તેને સામાન્ય ગણાવી હતી.
ઈએસપીએનક્રિકઈન્ફો મુજબ, તે છેલ્લા ત્રણ દિવસથી માથામાં દુખાવાની ફરિયાદ કતો હતો. પરંતુ તપાસમાં બધું સામાન્ય જણાયું હતું. સોમવારે અચાનક તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો, જે બાદ તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ઈન્ઝમામ ઉલ હકના મેનેજર મુજબ, તેની હાલત સ્થિર છે અને ડોક્ટોરોની ટીમ તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
તેણે પાકિસ્તાનના બેટિંગ સલાહકાર અને મુખ્ય પસંદગીકર્તાની ભૂમિકા પણ ભજવી હતી. હકને હાર્ટઅટેક આવ્યાના સમાચાર આવ્યા બાદ ટ્વિટર પર લોકો તેના ઝડપી રિકવર થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
Inzamam-ul-Haq undergoes angioplasty after cardiac arrest, condition stable now
— ANI Digital (@ani_digital) September 28, 2021
Read @ANI Story | https://t.co/sGFM7RqLxY#inzamamulhaq #CricketNews #CardiacArrrest pic.twitter.com/XGE0yBfJYk
હકની કેવી છે કરિયર
51 વર્ષાય ઈંઝમામ ઉલ હકના નામે ક્રિકેટના મેદાન પર અનેક મોટા રેકોર્ડ છે. વન ડે ક્રિકેટમાં 10 હજાર રનનો આંકડો પાર કરનારો તે પાકિસ્તાનનો એકમાત્ર બેટ્સમેન છે. તેણે 375 વન ડેમાં 11,701 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 83 અડધી સદી ફટકારી છે અને 137 રન નોટઆઉટ સર્વોચ્ચ સ્કોર છે. તેણે 120 ટેસ્ટમાં 8,830 રન બનાવ્યા છે. જેમાં 22 સદી અને 46 અડધી સદી સામેલ છે, ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કરો 329 રન છે. 2007માં પાકિસ્તાન વર્લ્ડકપના બીજા રાઉન્ડમાં ક્વોલીફાય ન થતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.