'ઋષભ પંતને બહુ ચાન્સ આપ્યા હવે બસ કરો, આ બે ખેલાડીઓને અજમાવો'- પાકિસ્તાની ખેલાડીએ ભારતને આપી સલાહ
દાનિશ કનેરિયાએ કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે ઋષભ પંત ઉપરાંત બાકીના ઓપ્શનને અજમાવવા જોઇએ.
Rishabh Pant: ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા (South Africa) વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સીરીઝ રમી રહી છે. આ સીરીઝ હવે રોમાંચક મૉડમાં આવી ચૂકી છે કેમ કે ભારતીય ટીમે છેલ્લી બે ટી20 જીતીને સીરીઝમાં 2-2ની બરાબરી કરી લીધી છે. હવે આજે છેલ્લી અને અંતિમ નિર્ણાયક ટી20 બેંગ્લૉરમાં રમાવવાની છે, આ મેચમાં જીત સાથે બન્ને ટીમો સીરીઝ પર કબજો જમાવવા પ્રયાસ કરશે.
પરંતુ આ બધાની વચ્ચે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ભારતીય ટીમ મેનેજમેન્ટને ખાસ સલાહ આપી છે, તેને કહ્યું કે હવે ઋષભ પંતને બહુ મોકા આપ્યા હવે તેની જગ્યાએ અન્ય ઓપ્શન વિચારો.
ઋષભ પંતની જગ્યાએ ઓપ્શન વિચારો- દાનિશ કનેરિયા
સાઉથ આફ્રિકા વિરુદ્ધ આ સીરીઝમાં કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant)નુ ફોર્મ ખરાબ ચાલી રહ્યું છે. ભારતીય ટીમના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ના ખરાબ ફોર્મ પર પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ મોટુ નિવેદન આપ્યુ છે. તેને કહ્યું કે આઇપીએલ 2022 (IPL 2022)માં ગુજરાત ટાઇટન્સ (GT) માટે રિદ્ધિમાન સાહા (Wridhiman Saha) એ શાનદાર પ્રદર્શન કર્યુ, ભારતીય ટીમ મેનેજમેન્ટે આ ખેલાડી વિશે વિચારવુ જોઇએ.
દિનેશ કાર્તિક અને કેએસ ભરતને અજમાવો - દાનિશ કનેરિયા
દાનિશ કનેરિયાએ કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે ઋષભ પંત ઉપરાંત બાકીના ઓપ્શનને અજમાવવા જોઇએ. તેને કહ્યું કે, ભારત પાસે રિદ્ધિમાન સાહા, ઉપરાંત દિનેશ કાર્તિક અને કેએસ ભરત જેવા શાનદાર બેટ્સમેનો છે. તેના વિશે પણ વિચારવુ જોઇએ.
આ પણ વાંચો.....
અગ્નિપથ સ્કીમઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસની રજા, વાયુસેનાએ જાહેર કર્યુ ભરતી નૉટિફિકેશન
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
Vehicle Astrology: આપની રાશિ મુજબ કારનો કલર કરો પસંદ, રહેશે શુભ
Post Office ની બેસ્ટ saving scheme, અહી રોકાણ કરવાથી વધુ મળશે રિટર્ન, પૈસા પણ રહેશે સુરક્ષિત
સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, થાઈલેન્ડની 3 અને 1 ભારતીય છોકરીને પોલીસે છોડાવી