'આ વખતે ટી20 વર્લ્ડકપ પાકિસ્તાન જ જીતશે' - ઓસ્ટ્રેલિયન દિગ્ગજે કરી ભવિષ્યવાણી, જાણો શું આપ્યો તર્ક
T20 World Cup 2024: આગામી મહિનાથી ક્રિકેટનો મહાકુંભ T20 વર્લ્ડકપ 2024 શરૂ થઇ રહ્યો છે. ટૂર્નામેન્ટ 01 જૂનથી શરૂ થશે, પરંતુ અમેરિકાના સમયમાં ફેરફારને કારણે ભારતમાં ટૂર્નામેન્ટ 02 જૂનથી શરૂ થશે
Pakistan Dark Horse In T20 World Cup 2024: આગામી મહિનાથી ક્રિકેટનો મહાકુંભ T20 વર્લ્ડકપ 2024 શરૂ થઇ રહ્યો છે. ટૂર્નામેન્ટ 01 જૂનથી શરૂ થશે, પરંતુ અમેરિકાના સમયમાં ફેરફારને કારણે ભારતમાં ટૂર્નામેન્ટ 02 જૂનથી શરૂ થશે. વર્લ્ડકપ શરૂ થાય તે પહેલા જ ક્રિકેટ નિષ્ણાતો અને દિગ્ગજો પોતાનું પ્રિડિક્શન કરવા લાગ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ બેટિંગ કૉચ અને મેન્ટર મેથ્યૂ હેડને મોટો દાવો કર્યો છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યૂ હેડન 2022 T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનના મેન્ટર બન્યા હતા. આ પહેલા તે 2021 T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમનો બેટિંગ કૉચ હતો. હવે 2024 T20 વર્લ્ડકપ પહેલા હેડને પાકિસ્તાનને 'ડાર્ક હોર્સ' ગણાવ્યું, જેનો અર્થ અણધાર્યો વિજેતા છે.
InsideSports ના અહેવાલ મુજબ, મેથ્યૂ હેડને કહ્યું, "જ્યારે વર્લ્ડકપની વાત આવે છે ત્યારે પાકિસ્તાન હંમેશા ડાર્ક હોર્સ રહ્યું છે. શાહીન આફ્રિદી અને નસીમ શાહ સાથે તેમનો ફાસ્ટ બોલિંગ સ્ટોક ઉત્તમ છે, જેઓ ગયા વર્લ્ડકપમાં ઉપલબ્ધ નહોતા. મોહમ્મદ આમિર અને હેરિસ રઉફ સાથે મળીને તે મજબૂત પેસ એટેક બનાવે છે.
મેથ્યૂ હેડને વધુમાં કહ્યું, "બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને ફખર ઝમાન ત્રણ મોટા ખેલાડીઓ છે. ફિલ્ડિંગ હંમેશા તેમનો સૌથી મોટો પડકાર રહેશે. આશા છે કે આ વર્ષે તે તેમના પ્રદર્શનને બગાડે નહીં. તેઓ એક મજબૂત ટીમ છે અને દેખીતી રીતે T20 વર્લ્ડકપ 2024 અમે જોવા માટે એક ટીમ છે."
2022 ના ટી20 વર્લ્ડકપમાં રનરઅપ રહી હતી પાકિસ્તાની ટીમ
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા 2022 T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ ટીમ રનર અપ બની હતી. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડે પાંચ વિકેટે મેચ જીતીને ટ્રોફી જીતી લીધી હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં ક્યાં સુધી પહોંચે છે તે જોવું રસપ્રદ રહેશે.