ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ, સુરક્ષામાં રહેલ જવાન 27 લાખની બિરયાની ઝાપટી ગયા
પાકિસ્તાની વેબસાઈટના સમાચાર અનુસાર, ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ પાકિસ્તાન પ્રવાસ દરમિયાન આઠ દિવસ પાકિસ્તાનમાં રહી હતી.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે તાજેતરમાં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસની શરૂઆત પહેલા જ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે સુરક્ષાના કારણો દર્શાવીને પ્રવાસ રદ કર્યો હતો. પાકિસ્તાનના આ પ્રવાસમાં ન્યૂઝીલેન્ડે વનડે અને ટી 20 શ્રેણી રમવાની હતી. ન્યૂઝીલેન્ડ દ્વારા આ પ્રવાસ રદ કર્યા બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં ભારે હોબાળો મચી ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ અને બોર્ડ પર પ્રવાસ રદ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ પ્રવાસ રદ થયા બાદ વધુ એક નવો અને હોબાળો બહાર આવ્યો છે.
27 લાખની બિરયાની ખાઈ ગયા
પાકિસ્તાની વેબસાઈટના સમાચાર અનુસાર, ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ પાકિસ્તાન પ્રવાસ દરમિયાન આઠ દિવસ પાકિસ્તાનમાં રહી હતી, જે દરમિયાન ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમની સુરક્ષામાં રોકાયેલા પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓએ 27 લાખ રૂપિયાની બિરયાની ઝાપટી ગયા હતા. 24NewsHDTV નામની ચેનલ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે.
ચેનલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ઇસ્લામાબાદમાં સેરેના હોટનમાં આઠ દિવસ રહી હતી. અહીં કેપિટલ ટેરિટરી પોલીસ તેમના ખેલાડીઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી હતી. આ દરમિયાન 500 જેટલા પોલીસકર્મીઓ ફરજ બજાવી રહ્યા હતા. આ પોલીસકર્મીઓના ભોજનનો ખર્ચ આશરે 27 લાખ આવ્યો છે, આ બિલ માત્ર 8 દિવસમાં આવી ગયું છે. આ દરમિયાન પોલીસકર્મીઓ માટે બે વખત બિરયાની આવતી હતી.
આ બિલ પાસ થવા માટે નાણાં વિભાગ પાસે પહોંચ્યું ત્યારે ઘટનાની માહિતી બધાની સામે આવી છે. અહીં તપાસ દરમિયાન આટલી મોટી રકમનું બિલ આવ્યાં પછી આ બિલ અટકાવી દેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમની સુરક્ષા માટે ફ્રન્ટીયર કોન્સ્ટેબ્યુલરીના સૈનિકો પણ તૈનાત હતા, તેમના ભોજનનું બિલ આવવાનું બાકી છે, કારણ કે તેમનું ભોજન અલગથી આવતું હતું.