(Source: ECI/ABP News/ABP Majha)
PBKS vs RR: રાજસ્થાને રોમાંચક મેચમાં પંજાબને 3 વિકેટે હરાવ્યું
PBKS vs RR Score Live Updates: મેચ પંજાબ અને રાજસ્થાન વચ્ચે મુલ્લાનપુરમાં રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.
LIVE
Background
PL 2024, PBKS vs RR LIVE Score: IPL 2024માં શિખર ધવન અને સંજૂ સેમસન આજે એકબીજા સામે ટકરાશે. પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં બંને ટીમો પ્રથમ વખત ટકરાશે.
IPL 2024માં અત્યાર સુધી પંજાબ અને રાજસ્થાન બંને પાંચ-પાંચ મેચ રમી ચૂક્યા છે. જો કે, સંજૂ સેમસને આ સમયગાળા દરમિયાન ચાર મેચ જીતી છે, જ્યારે ધવનની ટીમને માત્ર બે જ જીત મળી છે. પૉઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટોપ પર છે જ્યારે પંજાબ કિંગ્સ આઠમા સ્થાને છે. રાજસ્થાનનો કેપ્ટન સેમસન શાનદાર ફોર્મમાં છે જ્યારે પંજાબનો કેપ્ટન ધવન ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે.
પંજાબ અને રાજસ્થાન મેચનો પીચ રિપોર્ટ
પંજાબ અને રાજસ્થાન વચ્ચેની આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ બેટ્સમેનો માટે યોગ્ય છે. ઉપરાંત અહીં બેટિંગ કરવી બીજી ઇનિંગ્સમાં પણ સરળ બની જાય છે. નવો બોલ આ મેદાન પર શરૂઆતમાં ઝડપી બોલરોને પણ મદદ કરે છે. આ સિઝનમાં અહીં બે મેચ રમાઈ છે, જેમાં ફાસ્ટ બોલરોએ 23 વિકેટ ઝડપી છે.
પંજાબ અને રાજસ્થાનની વચ્ચેના હેડ ટૂ હેડ રેકોર્ડ
IPLના ઈતિહાસમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો 26 વખત આમને-સામને આવી છે. આ સમયગાળા દરમિયાન રાજસ્થાને વધુ વખત જીત મેળવી છે. જ્યારે રાજસ્થાને 15 મેચ જીતી છે જ્યારે પંજાબે 11 મેચ જીતી છે. પંજાબ સામે રાજસ્થાનના બેટ્સમેનો અલગ અંદાજમાં રમે છે.
રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું
રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું છે. તેણે રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 147 રન બનાવ્યા હતા. આ દરમિયાન આશુતોષ શર્માએ 16 બોલમાં 31 રન બનાવ્યા હતા. તેણે 3 સિક્સ અને એક ફોર ફટકારી હતી. લિવિંગસ્ટોને 21 રન બનાવ્યા હતા. જીતેશ શર્માએ 24 બોલમાં 29 રન બનાવ્યા હતા. અથર્વ અને બેયરસ્ટો 15-15 રન બનાવીને આઉટ થયા હતા. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવેશ ખાન અને કેશવ મહારાજે 2-2 વિકેટ લીધી હતી. બોલ્ટ, સેન અને ચહલને એક-એક વિકેટ મળી હતી.
Match 27. Rajasthan Royals Won by 3 Wicket(s) https://t.co/OBQBB75GgU #TATAIPL #IPL2024 #PBKSvRR
— IndianPremierLeague (@IPL) April 13, 2024
રબાડાએ સંજુને પેવેલિયન મોકલ્યો
રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો પડ્યો છે. કેપ્ટન સંજુ સેમસન 14 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. રબાડાએ સંજુને શિકાર બનાવ્યો હતો. હવે જુરેલ બેટિંગ કરવા આવ્યો છે. રાજસ્થાનને જીતવા માટે 59 રનની જરૂર છે. તેણે 3 વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા છે.
રાજસ્થાને 10 ઓવરમાં 66 રન બનાવ્યા
રાજસ્થાન રોયલ્સની ઈનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમને જીતવા માટે 60 બોલમાં 82 રનની જરૂર છે. રાજસ્થાને એક વિકેટ ગુમાવીને 66 રન બનાવી લીધા છે. સેમસન 3 રન બનાવીને રમી રહ્યો છે. યશસ્વી 36 રન બનાવીને ક્રિઝ પર છે.
રાજસ્થાનને પહેલો ફટકો, તનુષ આઉટ
રાજસ્થાન રોયલ્સની પ્રથમ વિકેટ પડી હતી. તનુષ કોટિયન 31 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. લિવિંગસ્ટોને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. રાજસ્થાને 8.2 ઓવરમાં 56 રન બનાવી લીધા છે.
પંજાબે રાજસ્થાનને 148 રનનો ટાર્ગેટ આપ્યો
પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ તરફથી આશુતોષ શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 16 બોલમાં 31 રન બનાવ્યા હતા. આશુતોષની આ ઇનિંગમાં 3 સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. જીતેશ શર્માએ 24 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેણે 2 સિક્સ અને એક ફોર ફટકારી હતી. પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર અથર્વ તાયડે 15 રન બનાવીને આઉટ થયો હતો. બેયરસ્ટો પણ 15 રન બનાવીને આઉટ થયો હતો. પ્રભસિમરન સિંહે 10 રન બનાવ્યા હતા. કેપ્ટન સેમ કરન 6 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે પંજાબે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા.