PCB: પાકિસ્તાન ક્રિકેટ ટીમનો મુખ્ય પસંદગીકાર બન્યો આ બોલર, ઝડપી ચૂક્યો છે 1100થી વધુ વિકેટ
new chief selector of Pakistan cricket team: વન-ડે વર્લ્ડ કપ 2023માં તેના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે
new chief selector of Pakistan cricket team: વન-ડે વર્લ્ડ કપ 2023માં તેના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. બાબર આઝમની કેપ્ટન પદેથી રાજીનામા બાદ ટીમમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. એક તરફ ટીમના પૂર્વ ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે અગાઉ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું તો બીજી તરફ બાબર આઝમે પણ કેપ્ટન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી શાહીન આફ્રિદીને પાકિસ્તાન ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો જ્યારે ટેસ્ટની કેપ્ટનશીપ શાન મસૂદને સોંપવામાં આવી હતી. હવે ભૂતપૂર્વ બોલર વહાબ રિયાઝને ટીમનો નવા મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યો છે
Former Pakistan fast bowler Wahab Riaz has been appointed as the chief selector of the national men’s selection committee.
— Pakistan Cricket (@TheRealPCB) November 17, 2023
Read more ➡️ https://t.co/3uhDwHUhIB pic.twitter.com/567fXkwQOa
રિયાઝે 1100થી વધુ વિકેટ લીધી હતી
વહાબ રિયાઝે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 1114 વિકેટ લીધી હતી. તેણે 136 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 441 વિકેટ, 191 લિસ્ટ-એ મેચમાં 260 વિકેટ અને 348 ટી-20 મેચોમાં 413 વિકેટ લીધી હતી. વહાબ રિયાઝે 27 ટેસ્ટ મેચમાં 83, 93 વનડેમાં 120 અને 36 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 34 વિકેટ ઝડપી છે. તેણે વર્ષ 2008માં પાકિસ્તાન માટે તેની પ્રથમ મેચ રમી હતી જ્યારે તેણે આ ટીમ માટે તેની છેલ્લી મેચ 2020માં રમી હતી અને 12 વર્ષ સુધી આ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. માત્ર 38 વર્ષની ઉંમરે તેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.
Wahab Riaz opens up about his appointment as chief selector and outlines his priorities in this role 🎙️🏏
— Pakistan Cricket (@TheRealPCB) November 17, 2023
More details ➡️ https://t.co/3uhDwHUhIB pic.twitter.com/qfuv0Y9Bdm
વન-ડે વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો બાબર આઝમની કેપ્ટનશીપમાં ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પહેલીવાર ભારત આવી હતી અને પાંચમા સ્થાને રહીને પોતાના અભિયાનનો અંત કર્યો હતો. આ ટીમ છેલ્લે 2011માં વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં પહોંચી હતી અને ત્યારથી આ ટીમ નોકઆઉટમાં પણ જગ્યા બનાવી શકી નથી. આ વખતે આશા હતી કે ટીમ સારો દેખાવ કરશે, પરંતુ તેમ થઈ શક્યું નહીં અને આ પછી ટીમને લગતા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા અને હવે કેપ્ટન અને મુખ્ય પસંદગીકારને પણ બદલવામાં આવ્યા હતા.