SRH vs PBKS: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે આપ્યો 215 રનનો ટાર્ગેટ
SRH vs PBKS: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહ, અથર્વ તાયડે અને રિલે રુસોએ પંજાબ માટે શાનદાર પ્રદર્શન કર્યું.
SRH vs PBKS: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહ, અથર્વ તાયડે અને રિલે રુસોએ પંજાબ માટે શાનદાર પ્રદર્શન કર્યું. પ્રભાસિમરને 45 બોલમાં 71 રન બનાવ્યા હતા. રૂસોએ 24 બોલમાં 49 રન બનાવ્યા હતા. તાયડે 46 રનની ઇનિંગ રમી હતી.
Innings Break!#PBKS have set a 🎯 of 2️⃣1️⃣5️⃣ , courtesy of an impressive batting display ❤️
— IndianPremierLeague (@IPL) May 19, 2024
Can #SRH chase it to strengthen their TOP 2️⃣ position? 🤔
Scorecard ▶️ https://t.co/K5rcY5Z8FS#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/05D8UFDnde
પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહે 45 બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 71 રન બનાવ્યા હતા. તેના સાથી ઓપનર અથર્વ તાયડેએ 27 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 46 રનની ઇનિંગ રમી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 55 બોલમાં 97 રનની ભાગીદારી કરી હતી. આ બે સિવાય રિલે રૂસોએ 24 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 49 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં સુકાની જીતેશ શર્માએ 15 બોલમાં 34 રનની શાનદાર ઈનિંગ રમી અને ટીમને 200થી આગળ લઈ ગઈ. અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ટી નટરાજને બે, વિજયકાંત વ્યાસકાન્ત અને કેપ્ટન પેટ કમિન્સે એક-એક વિકેટ લીધી હતી.
હૈદરાબાદ તરફથી નટરાજને 2 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. વિજયકાંતે 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી હતી. કેપ્ટન પેટ કમિન્સે 4 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ લીધી હતી. ભુવનેશ્વરને એક પણ વિકેટ મળી ન હતી.
🎥 𝙎𝙖𝙣𝙫𝙞𝙧'𝙨 𝙎𝙩𝙪𝙣𝙣𝙚𝙧 👌
— IndianPremierLeague (@IPL) May 19, 2024
Runs Back 👉 Turns up 👉 Completes Catch 😎
Watch the match LIVE on @JioCinema and @starsportsindia 💻📱#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/EaZnFsfwxB
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11
પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, સનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, વિજયકાંત અને ટી નટરાજન.
પંજાબ કિંગ્સ પ્લેઇંગ-11
જીતેશ શર્મા (કેપ્ટન અને વિકેટકીપર), પ્રભસિમરન સિંહ, અથર્વ તાયડે, રિલે રુસો, શશાંક સિંહ, આશુતોષ શર્મા, શિવમ સિંહ, હરપ્રીત બ્રાર, રિષિ ધવન, હર્ષલ પટેલ અને રાહુલ ચહર.