Ranji Trophyમાં બન્યો ઇતિહાસ, પહેલીવાર મેદાન પર મહિલાને સોંપાઇ આ મોટી જવાબદારી
આમાં જનની નારાયણ સુરતમાં રેલવે અને ત્રિપુરાની વચ્ચે રમાઇ રહેલી મેચમાં એમ્પયારિંગ કરી રહી છે.
Ranji Trophy: રણજી ટ્રૉફીમાં 10 જાન્યુઆરીએ એક નવો ઇતિહાસ રચાઇ ગયો, આ રણજી ટ્રૉફીમાં પહેલીવાર કોઇ મહિલા એમ્પાયરોએ ડેબ્યૂ કર્યુ. આમાં પૂર્વ સ્કૉરર વૃન્દા રાઠી અને ગાયત્રી વેણુગોપાલ રણજી ટ્રૉફીના ઇતિહાસમાં પહેલીવાર મહિલા એમ્પાયર તરીકે જોવા મળી.
આમાં જનની નારાયણ સુરતમાં રેલવે અને ત્રિપુરાની વચ્ચે રમાઇ રહેલી મેચમાં એમ્પયારિંગ કરી રહી છે. વળી, વેણુગોપાલ જમશેદપુરમાં છત્તીશગઢ અને ઝારખંડની વચ્ચે રમાઇ રહેલી મેચમાં એમ્પાયરિંગ કરી રહી છે. આ ઉપરાંત વૃન્દા રાઠી ગોવા અને પૉન્ડિચેરીની વચ્ચે ચાલી રહેલી મેચમાં એમ્પાયરિંગ કરી રહી છે.
જનની નારાયણે છોડી દીધુ હતુ એન્જિનીયરિંગ -
નારયણ જનની એક સૉફ્ટવેર એન્જિનીયર હતી, તેને હંમેશા માટે ક્રિકેટમાં રસ હતો, તે હંમેશા એમ્પાયરિંગમાં જવા માંગતી હતી, આ માટે તેને તામિલનાડુ ક્રિકેટ એસોશિએશન સાથે વાત કરી હતી. પછી ટીએનસીએએ પોતાના નિયમોમા ફેરફાર કર્યા, અને બાદમાં તેમને એમ્પાયરિંગ કરવાની મંજૂરી આપી. તેને વર્ષ 2018 માં બીસીસીઆઇ લેવલના બે એમ્પાયરિંગ ટેસ્ટ પાસ કર્યા હતા, પછી તેને પોતાની એન્જિનીયરિંગની નોકરી છોડી દીધી હતી, અને એમ્પાયરિંગમાં પોતાની કેરિયર બનાવાનું શરૂ કરી દીધુ હતુ.
વૃન્દા રાઠીએ આ રીતે કરી શરૂઆત -
વૃન્દા રાઠી આ પહેલા મુંબઇની સ્થાનિક મેચમાં સ્કૉરિંગ કરતી રહી હતી. આ પછી તેને એમ્પાયરિંગમાં પોતાની કેરિયર બનાવવાનું વિચાર્યુ. વૃન્દા રાઠીએ બીસીસીઆઇના સ્કૉરરનો ટેસ્ટ પાસ્ કર્યો, આ પછી તેને 2013 ના મહિલા વર્લ્ડકપમાં બીસીસીઆઇની સ્કૉરિંગ કર્યુ હતુ.
ક્રિકેટર બનવા ઇચ્છતી હતી ગાયત્રી વેણુગોપાલ -
43 વર્ષીય ગાયત્રી વેણુગોપાલ હંમેશાથી ક્રિકેટર બનવા માંગતી હતી, પરંતુ તેને ખભાની ઇજા થવાના કારણે તેનું સપનુ પુરુ ના થઇ શક્યુ. આ પછી તેનો ક્રિકેટ સાથેનો પ્રેમ ખતમ ના થયો, અને આગળ વધી. ગાયત્રી વેણુગોપાલે 2019માં બીસીસીઆઇની એમ્પાયરિંગનો ટેસ્ટ પાસ કર્યો અને પોતાની કેરિયરની શરૂઆત કરી.
Prithvi: પૃથ્વી શૉએ ફટકાર્યા 379 રન પણ કોનો 443 રનનો રેકોર્ડ ના તોડી શક્યો ?
Prithvi Shaw Ranji Trophy: તાજેતરમાં ચાલી રહેલી ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટ રણજી ટ્રૉફીમાં પૃથ્વી શૉએ ફરી એકવાર પોતાના બેટથી ધમાલ મચાવી છે, અને બીસીસીઆઇ સિલેક્ટર્સને વિચારમાં મુકી દીધા છે. હાલમાં પૃથ્વી શૉએ ઓપનિંગમાં આવીને ત્રિપલ સેન્ચૂરી ફટકારીને બધાને ચોંકાવી દીધા છે. પૃથ્વી શૉએ 383 બૉલમાં 379 રનની ઇનિંગ રમી હતા, આ તેની કેરિયરની પહેલી ત્રિપલ સદી હતી. જોકે, આ ત્રિપલ સેન્ચૂરી રણજી ટ્રોફીના ઈતિહાસમાં બીજી સોથી મોટી ઇનિંગ પણ છે.
326 બોલમાં ત્રિપલ સેન્ચુરી ફટકારી, માત્ર 4 છગ્ગા માર્યા
મુંબઈ અને આસામ વચ્ચે ગુવાહાટીમાં રણજી ટ્રોફીના રાઉન્ડ-5ની મેચ રમાઈ રહી છે. પૃથ્વી શૉએ શાનદાર બેટિંગ કરતાં 379 રનની તોફાની ઇનિંગ રમી, જોકે, તે એક પગલુ દુર રહ્યો અને તે બીબી નિંબાલકરના રેકોર્ડને તોડવાનું. ખરેખરમાં, આ પહેલા 1948-49 સિઝનમાં બીબી નિંબાલકરે મહારાષ્ટ્ર તરફથી રમતા નૉટઆઉટ 443 રનની ઇનિંગ રમી હતી. જોકે, આ વખતે પૃથ્વી શૉએ શાનદાર ત્રિપલ સદી ફટકારી પરંતુ તે બીબી નિંબાલકરેનો આ ધાંસૂ રેકોર્ડ ના તોડી શક્યો.
હાલમાં વાત કરીએ તો ઘરેલુ ક્રિકેટમાં બીબી નિંબાલકરે વર્ષ 1948-49માં મહારાષ્ટ્ર વતી રમતા 443 અણનમ રન ફટકાર્યા હતા, આ લિસ્ટમાં બીજા નંબર પર પૃથ્વી શૉ છે, તેને વર્ષ 2022-23માં મુંબઇ વતી રમતા 379 રનનો સ્કૉર કર્યો છે, આ લિસ્ટમાં ત્રીજા નંબર પર સંજય માંજરેકર છે, જેમને વર્ષ 1990-91માં મુંબઇ તરફથી રમતા 377 રનનો સ્કૉર કર્યો હતો, જોકે, પૃથ્વી શૉ સંજય માંજરેકરના રેકોર્ડને તોડવામાં સફળ રહ્યો હતો. પૃથ્વી શૉનો સ્કોર રણજી ટ્રોફીમાં ઓપનર તરીકે સૌથી મોટો સ્કોર છે. તેણે ત્રિપુરા તરફથી રમતા સમિત ગોહેલનો રેકોર્ડ તોડ્યો હતો. સમિત ગોહેલે 2016માં ગુજરાત તરફથી રમતા ક્વાર્ટર ફાઈનલમાં ઓડિશા સામે નોટઆઉટ 359 રનની ઇનિંગ રમી હતી.