ICC Rankings: દુનિયાનો બેસ્ટ ઓલરાઉન્ડર બન્યો ભારતનો આ ખેલાડી, ઇંગ્લેન્ડના લિંવિગ્સટૉનને પાછળ છોડ્યો
ICC T20I All Rounder Rankings: હાર્દિક પંડ્યા ટી20 ઈન્ટરનેશનલમાં પહેલીવાર વર્લ્ડ નંબર વન નથી બન્યો. તે આ ફોર્મેટની રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કરી ચૂક્યો છે
ICC T20I All Rounder Rankings: આઇસીસીએ ન્યૂ રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યુ છે. ભારતનો પ્રતિભાશાળી ક્રિકેટર હાર્દિક પંડ્યા હવે વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે. હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની તાજેતરની ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોનને પાછળ છોડીને ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં પ્રથમ ઓલરાઉન્ડર બન્યો હતો.
હાર્દિક પંડ્યા ટી20 ઈન્ટરનેશનલમાં પહેલીવાર વર્લ્ડ નંબર વન નથી બન્યો. તે આ ફોર્મેટની રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કરી ચૂક્યો છે. તે ટી20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાનો મહત્વનો ખેલાડી છે. હાર્દિક પણ બોલ અને બેટ બંનેમાં શાનદાર ફોર્મમાં છે.
આ વર્ષે એટલે કે 2024માં હાર્દિક પંડ્યાએ ટી20 ઈન્ટરનેશનલમાં 352 રન બનાવ્યા છે. આ સાથે તેણે આ વર્ષે 16 વિકેટ પણ લીધી છે. સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝની છેલ્લી મેચમાં હાર્દિકે શાનદાર બૉલિંગ કરી હતી. આ મેચમાં હાર્દિકે ત્રણ ઓવરમાં એક મેડન સાથે માત્ર આઠ રન આપ્યા અને એક વિકેટ લીધી હતી.
ટી20 ઈન્ટરનેશનલની તાજેતરની રેન્કિંગમાં હાર્દિક પંડ્યા 244 રેટિંગ પૉઈન્ટ સાથે નંબર વન પર છે. નેપાળના દીપેન્દ્રસિંહ એરી બીજા સ્થાને છે. અગાઉ ઈંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટૉન ટૉપ પર હતો, પરંતુ હવે તે બે સ્થાન નીચે સરકી ગયો છે. લિવિંગસ્ટૉન હવે ત્રીજા નંબરે પહોંચી ગયો છે.
આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટૉઈનિસ ચોથા સ્થાને અને શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન વાનિન્દુ હસરાંગા પાંચમા સ્થાને છે. સ્ટૉઇનિસ પાસે વધુ ઉદય થવાની તક હતી, પરંતુ તે પાકિસ્તાન સામેની T20 સીરીઝમાં બૉલથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. સ્ટૉઇનિસે ત્રીજી T20માં બેટથી ચોક્કસપણે હલચલ મચાવી હતી.
આ પછી અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી છઠ્ઠા સ્થાને છે, જ્યારે ઝિમ્બાબ્વેનો કેપ્ટન સિકંદર રઝા સાતમા સ્થાને છે. આ પછી ટી20 ઈન્ટરનેશનલમાં ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં વેસ્ટ ઈન્ડિઝનો રૉમારિયો શેફર્ડ આઠમા સ્થાને છે. આ પછી દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરમ 9માં અને ગેરહાર્ડ ઈરાસ્મસ 10માં નંબર પર છે.
આ પણ વાંચો