‘મેદાન પર મરી શકું છુ પરંતુ...’,આર.અશ્વિને વ્યક્ત કર્યું દુઃખ
ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિનની લાંબા સમય બાદ વન-ડે ટીમમાં વાપસી થઇ છે. આ અગાઉ ટી-20 વર્લ્ડકપ 2021 મારફતે અશ્વિનને ટી-20 ટીમમાં વાપસી કરી હતી.
નવી દિલ્હીઃ ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિનની લાંબા સમય બાદ વન-ડે ટીમમાં વાપસી થઇ છે. આ અગાઉ ટી-20 વર્લ્ડકપ 2021 મારફતે અશ્વિનને ટી-20 ટીમમાં વાપસી કરી હતી. અશ્વિન અનેક વર્ષોથી ભારતીય ટેસ્ટ ટીમનો હિસ્સો છે. અશ્વિન 429 વિકેટ સાથે ભારત તરફથી ટેસ્ટમા સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજા નંબરનો બોલર છે.
અશ્વિને કહ્યું કે એક સમય હતો જ્યારે અનેક લોકોએ તેનું કરિયર પૂર્ણ થયાનું કહ્યું હતું. તેણે ખુલાસો કર્યો હતો કે જ્યારે પણ તે ચેન્નઇમાં ક્લબ ગેમ રમવા જતો હતો ત્યારે લોકોને કહેતા સાંભળતો હતો કે તેનું ઇન્ટરનેશનલ કરિયર ખત્મ થઇ ગયું છે. અશ્વિને સ્વીકાર કર્યો હતો કે દર વખતે આ ટિપ્પણી પર હસવુ તેના માટે સરળ નહોતું. એક ઇન્ટરવ્યૂમાં અશ્વિને કહ્યું કે એક ખેલાડીના રૂપમાં તમે ટિકાકારોથી ઘેરાયેલા રહો છો. ઘણા લોકોએ મારુ કરિયર ખત્મ થયાનું કહ્યું હતું. જ્યારે હું ચેન્નઇમાં ક્લબ ગેમ્સમાં જતો હતો ત્યારે તેના માટે પણ મહેનત કરતો હતો. આ દરમિયાન લોકોને કહેતા સાંભળતો હતો કે આ વ્યક્તિ અહી એટલા માટે રમી રહ્યો છે કારણ કે તેનું ઇન્ટરનેશનલ કરિયર ખત્મ થઇ ગયું છે. હું સાંભળતો હતો. ક્યારેક ક્યારેક આ વાત પર હસીને ટાળી દેતો હતો.
અશ્વિનનો 2021માં ટેસ્ટમાં પણ પ્રદર્શન યાદગાર રહ્યો છે, તેમણે આ વર્ષે 9 ટેસ્ટમાં સૌથી વધુ 54 વિકેટ ઝડપી છે. આ પ્રદર્શનને કારણે તેની વન ડે ટીમમાં વાપસી થઇ છે. જોકે, ગત કેટલાક વર્ષથી અશ્વિન ફોર્મ સામે ઝઝુમી રહ્યો હતો, તેમની કરિયરમાં એવો પણ સમય આવ્યો જ્યારે તેને ટોણા સાંભળવા મળ્યા કે હવે તેની ઇન્ટરનેશનલ કરિયર પૂર્ણ થઇ ગઇ છે. અશ્વિને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે.અશ્વિને કહ્યું કે હું ક્રિકેટ મેદાન પર મરી શકું છું પરંતુ હું ક્યારેય એક સ્પર્ધાથી દૂર રહી શકું નહી.
Low Price Sunroof Cars: આ છે સનરૂફવાળી સસ્તી કાર્સ, તમારા માટે હોઇ શક છે બેસ્ટ ઓપ્શન
New Year 2022: નવા વર્ષમાં શનાયા કપૂર સહિતના આ સ્ટાર કિડસ કરશે બોલિવૂડમાં ડેબ્યૂ