(Source: ECI/ABP News/ABP Majha)
R Ashwin India vs Australia: ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં આ દિગ્ગજોને પાછળ છોડશે અશ્વિન, બનાવશે આ રેકોર્ડ
વાસ્તવમાં 36 વર્ષીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને અત્યાર સુધી 88 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 24.30ની એવરેજથી 449 વિકેટ લીધી છે
ભારતીય ટીમના અનુભવી સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન પાસે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક છે. અશ્વિન હવે ઓસ્ટ્રેલિયન ટીમ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમશે, જેમાં તે આ મોટો રેકોર્ડ નોંધાવી શકે છે. અશ્વિન આ રેકોર્ડથી માત્ર એક વિકેટ દૂર છે.
વાસ્તવમાં 36 વર્ષીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને અત્યાર સુધી 88 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 24.30ની એવરેજથી 449 વિકેટ લીધી છે. જો અશ્વિન એક વિકેટ ઝડપશે તો તેના નામે ટેસ્ટમાં 450 વિકેટ થઈ જશે.
અશ્વિન પાસે વિશ્વનો બીજો બોલર બનવાની તક છે
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 9 ફેબ્રુઆરીથી નાગપુર ટેસ્ટ મેચ રમવાની છે. જો અશ્વિન આ મેચમાં વિકેટ લે છે, તો ટેસ્ટ ઈતિહાસમાં (સૌથી ઓછી સંખ્યામાં ટેસ્ટ મેચ રમીને) તે સૌથી ઝડપી 450 વિકેટ પૂરી કરનાર વિશ્વનો બીજો બોલર બની જશે. અશ્વિન પોતાની 89મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરશે.
આ રીતે અશ્વિન 93મી ટેસ્ટ મેચમાં 450 વિકેટ ઝડપનાર પૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલેનો રેકોર્ડ તોડી નાખશે. જ્યારે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી ઝડપી 450 વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરનના નામે છે. મુરલીધરને તેની 80મી મેચમાં 450 વિકેટ પૂરી કરી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 450 વિકેટ લેનાર બોલર
મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) - 88 ટેસ્ટ
અનિલ કુંબલે (ભારત) - 93 ટેસ્ટ મેચ
ગ્લેન મેકગ્રા (Aus) - 100 ટેસ્ટ મેચ
શેન વોર્ન (Aus) - 101 ટેસ્ટ મેચ
નાથન લિયોન (Aus) - 112 ટેસ્ટ મેચ
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.
India vs Australia: ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ માટે તૈયાર જસપ્રીત બુમરાહ
Jasprit Bumrah India vs Australia: ભારતીય ક્રિકેટ ટીમ માટે આ દિવસોમાં એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઈજાના કારણે ટીમની બહાર રહેલો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હવે સ્વસ્થ થઈ રહ્યો છે. તે રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજર છે, જ્યાં તેણે બોલિંગ કરવાની શરૂઆત કરી દીધી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 4 ટેસ્ટ અને 3 વનડે સીરીઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે.