(Source: ECI/ABP News/ABP Majha)
Ravindra Jadeja Ruled Out: બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝ અગાઉ ભારતને ઝટકો, જાડેજા ટીમમાંથી બહાર
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે
Ravindra Jadeja India vs Bangladesh: ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે તે બ્રેક પર હતો. પરંતુ એક રિપોર્ટ અનુસાર, તે હજુ સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. આ કારણે તે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. જાડેજા ઘૂંટણની ઈજાને કારણે ટીમની બહાર હતો. સપ્ટેમ્બરમાં તેની સર્જરી કરવામાં આવી હતી. જાડેજાના સ્થાને શાહબાઝ અહેમદને તક આપવામાં આવી શકે છે. જો કે, આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.
Ravindra Jadeja will not be available for the upcoming three-match ODI series in Bangladesh ❌
— ESPNcricinfo (@ESPNcricinfo) November 23, 2022
#BANvIND
ESPN ક્રિકઇન્ફોના એક સમાચાર અનુસાર, જાડેજા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તે હજુ સુધી એકદમ ફિટ થયો નથી. ટેસ્ટ શ્રેણી માટે જાડેજાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જેમાં તેના રમવા પર પણ શંકા છે. જો જાડેજા ફિટ નથી તો તેના સ્થાને ઉત્તર પ્રદેશના સ્પિન બોલર સૌરભ કુમારને ટેસ્ટ મેચ માટે તક આપવામાં આવી શકે છે. પરંતુ બીસીસીઆઈએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.
એશિયા કપ 2022માં ભારત અને હોંગકોંગ વચ્ચે દુબઈમાં રમાયેલી મેચ બાદથી જાડેજા ટીમ ઈન્ડિયાની બહાર છે. ઈજા બાદ તેણે સર્જરી કરાવી છે અને તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. ઓલરાઉન્ડર જાડેજાએ અત્યાર સુધી 171 વનડેમાં 189 વિકેટ લીધી છે. આ સાથે 2447 રન પણ બનાવ્યા છે. તેણે 114 ટેસ્ટ ઇનિંગ્સમાં 242 વિકેટ લીધી છે. તેણે 89 ટેસ્ટ ઇનિંગ્સમાં 2523 રન પણ બનાવ્યા છે.
T20 Ranking: ટી-20 રેન્કિંગમાં નંબર વન પર યથાવત સૂર્યકુમાર યાદવ, કોહલી-બાબરને થયુ નુકસાન
નવી દિલ્હીઃ ભારતના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં શાનદાર ફોર્મમાં છે. ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કર્યા બાદ સૂર્યકુમારે ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝમાં પણ સારા રન ફટકાર્યા હતા. ટી-20 સીરિઝમાં તે માત્ર એક જ વાર આઉટ થયો હતો અને તેણે મહત્તમ 124 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે આ શ્રેણીની બીજી T20માં અણનમ 111 રનની ઇનિંગ રમી હતી. આ ઈનિંગ પછી જ 32 વર્ષીય ભારતીય બેટ્સમેન 895 રેટિંગ પોઈન્ટ્સ પર પહોંચી ગયો, જે તેની ટી20 કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેટિંગ છે. જોકે, ત્રીજી ટી20માં સૂર્યકુમાર 13 રન બનાવીને આઉટ થયો હતો. આ કારણે તેનું રેટિંગ ઘટીને 890 પોઈન્ટ થઈ ગયું હતું. આમ છતાં તે બીજા ક્રમાંકિત પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનથી 54 રેટિંગ પોઈન્ટથી આગળ છે