શોધખોળ કરો

RCB vs GT Live Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLમાંથી બહાર, કોહલી પર ભારે પડી ગિલની સદી

IPL 2023ની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ગુજરાત પ્લેઓફમાં પહોંચી ગયું છે. પ્રથમ ક્વોલિફાયરમાં તેમનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે.

LIVE

Key Events
RCB vs GT Live Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLમાંથી બહાર, કોહલી પર ભારે પડી ગિલની સદી

Background

RCB vs GT Live Score IPL 2023: IPL 2023ની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ગુજરાત પ્લેઓફમાં પહોંચી ગયું છે. પ્રથમ ક્વોલિફાયરમાં તેમનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આ સાથે જ બેંગલોરને પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરવો પડશે. આ મેચ જીતવાની સાથે તેણે નસીબ પર નિર્ભર રહેવું પડશે. બેંગ્લોર અને ગુજરાત વચ્ચે રમાનારી આ મેચ નિર્ણાયક સાબિત થશે. આ મેચ પર પણ વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે.

આરસીબી આ મેચ હોમ ગ્રાઉન્ડ પર રમશે. જેથી તેને તેનો લાભ મળી શકે. બેંગ્લોરે 13માંથી 7 મેચ જીતી છે. તેણે છેલ્લી બે મેચમાં સતત જીત નોંધાવી છે. બેંગ્લોરે હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું. જ્યારે રાજસ્થાનનો 112 રને પરાજય થયો હતો. આ મેચમાં વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ટીમ ગુજરાત સામે નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી શકે છે.

ગુજરાત ટાઇટન્સનું આ સિઝનમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. આ સિઝનના પ્લેઓફમાં પહોંચનારી ગુજરાત પ્રથમ ટીમ છે. તેણે 13માંથી 9 મેચ જીતી છે. આ દરમિયાન તેમને માત્ર 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ લીગ મેચ બાદ તે ક્વોલિફાયરમાં ચેન્નાઈ સામે મેદાનમાં ઉતરશે. તેથી આરસીબી સામેની મેચ બહુ મહત્વની રહેશે નહીં. જો કે, તેમ છતાં, હાર્દિક પંડ્યાની ટીમ જીત નોંધાવવા માંગશે. આ મેચ માટે ટીમ પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરી શકે છે. 

00:14 AM (IST)  •  22 May 2023

ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું

ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું.  ગુજરાતના વિજય સાથે બેંગ્લોરનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 197 રન બનાવ્યા હતા. ગુજરાતે 19.1 ઓવરમાં ચાર વિકેટે 198 રન બનાવ્યા હતા. આ હાર બાદ RCBની ટીમ IPLમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફમાં સ્થાન મળ્યું છે.

23:29 PM (IST)  •  21 May 2023

શુભમન-વિજયએ સદીની ભાગીદારી પૂર્ણ કરી

ગુજરાતે 13 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 38 બોલમાં 69 રન બનાવીને રમી રહ્યો છે. વિજય શંકર 26 બોલમાં 32 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે સદીની ભાગીદારી રહી છે. ગુજરાતને જીતવા માટે 42 બોલમાં 73 રનની જરૂર છે.

22:17 PM (IST)  •  21 May 2023

આરસીબીએ 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. આ દરમિયાન કોહલીએ અણનમ 101 રન બનાવ્યા હતા. તેણે 61 બોલનો સામનો કર્યો અને 13 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 

21:46 PM (IST)  •  21 May 2023

બ્રેસવેલ બાદ કાર્તિક પેવેલિયન પરત ફર્યો

RCB vs GT Live Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ફટકો પડ્યો છે. દિનેશ કાર્તિક પહેલા જ બોલ પર કોઈ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. યશ દયાલે દિનેશ કાર્તિકને પોતાનો શિકાર બનાવ્યો હતો. હાલમાં 15 ઓવર બાદ ફાફ ડુ પ્લેસિસની ટીમનો સ્કોર 5 વિકેટે 136 રન છે.

21:03 PM (IST)  •  21 May 2023

RCB vs GT Live Score:  આરસીબીને પ્રથમ ફટકો

આરસીબીને પહેલો ઝટકો લાગ્યો હતો. ફાફ ડુ પ્લેસિસ 28 રન બનાવીને આઉટ થયો હતો. નૂર અહેમદે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આરસીબીએ 7.1 ઓવરમાં 67 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 38 રન બનાવીને રમી રહ્યો છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોતKheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કરBanaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોતMorbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
Embed widget