Rishabh Pant Car Accident Update: રિષભ પંતની હાલત જાણવા BCCIની મેડિકલ ટીમ પહોંચી, ચેકઅપ બાદ જાણો લેટેસ્ટ અપડેટ
રિષભ પંત અત્યારે ઠીક છે. પરંતુ અકસ્માતને કારણે ઘણી ઈજા થઈ છે. હવે બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સંભાળ લઈ રહી છે.
Rishabh Pant Accident BCCI Medical Team: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો રૂરકીમાં કાર અકસ્માત થયો હતો. તે તેની માતાને સરપ્રાઈઝ આપવા માટે દિલ્હીથી તેના ઘરે જઈ રહ્યો હતો. પરંતુ આ અકસ્માતે તેના પરિવારની ખુશી છીનવી લીધી. અકસ્માત બાદ રિષભને દહેરાદૂન રિફર કરવામાં આવ્યો હતો. આ પછી BCCIની મેડિકલ ટીમ એક્શનમાં આવી અને પંત પાસે પહોંચી. હવે તેની તપાસ બાદ BCCIની મેડિકલ ટીમે હેલ્થ અપડેટ આપ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઈની મેડિકલ ટીમે કમાન સંભાળી છે. રિષભનું સ્કેન કરવામાં આવ્યું છે અને બીજા ઘણા મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, તેમને કોઈ ફ્રેક્ચર થયું નથી. પીઠ પર બળવાના નિશાન છે અને કપાળ પર ઈજા છે. પંતની જમણી આંખ ઉપર ઘા છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે.
રિષભ પંત અત્યારે ઠીક છે. પરંતુ અકસ્માતને કારણે ઘણી ઈજા થઈ છે. હવે બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સંભાળ લઈ રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ પંતને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ સરકાર પંતની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.
નોંધપાત્ર રીતે, રિષભ ગુરુવારે દુબઈથી પરત ફર્યો હતો અને તેની માતાને સરપ્રાઈઝ આપવા માટે દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો. પરંતુ વચ્ચે આ અકસ્માત થયો હતો. પંતે કહ્યું કે તેને ઉંઘ આવી હતી. જેના કારણે સંતુલન ખોરવાઈ ગયું અને વાહન રેલિંગ સાથે અથડાયું. અકસ્માત બાદ તેને રૂરકીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી તેને રેફર કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈને આ સમાચાર મળતા જ તેની મેડિકલ ટીમ પણ પહોંચી ગઈ હતી.
Media Statement - Rishabh Pant
— BCCI (@BCCI) December 30, 2022
The BCCI will see to it that Rishabh receives the best possible medical care and gets all the support he needs to come out of this traumatic phase.
Details here 👇👇https://t.co/NFv6QbdwBD
બોર્ડે વધુમાં કહ્યું કે, "BCCI સતત રિષભના પરિવારના સંપર્કમાં છે, જ્યારે મેડિકલ ટીમ રિષભની સારવાર કરી રહેલા ડૉક્ટરોના સતત સંપર્કમાં છે." બોર્ડ ધ્યાન રાખશે કે રિષભને શ્રેષ્ઠ તબીબી સંભાળ મળે. અમે તેમને આ પીડાદાયક તબક્કામાંથી બહાર આવવા માટે તમામ શક્ય મદદ કરીશું.