શોધખોળ કરો
Advertisement
પંત પ્રતિભાશાળી છે, લોકોને ખોટા સાબિત કરવાનું કામ તેનું છેઃ કપિલ દેવ
પંતે કરિયરની શરૂઆત શાનદાર રીતે કરી હતી પરંતુ બાદની મેચમાં તે વિકેટકીપિંગ સાથે બેટિંગમાં પણ નિષ્ફળ રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવે શનિવારે કહ્યું કે રિષભ પંત જેવા પ્રતિભાશાળી ક્રિકેટરે પોતે જ પોતાના વિરોધીઓને ખોટા સાબિત કરવા પડશે. પંતે કરિયરની શરૂઆત શાનદાર રીતે કરી હતી પરંતુ બાદની મેચમાં તે વિકેટકીપિંગ સાથે બેટિંગમાં પણ નિષ્ફળ રહ્યો છે.
ભારતને પ્રથમવાર વર્લ્ડકપ અપાવનારા પૂર્વ કેપ્ટને કહ્યું કે, પંત ખૂબ પ્રતિભાશાળી છે. તે કોઇને જવાબદાર ગણી શકે નહીં. તેણે પોતાને જ પોતાના કરિયરને બનાવવું પડશે. પોતાને સાબિત કરવા માટે એક જ રસ્તો છે કે તે રન બનાવે. જ્યારે તમે પ્રતિભાશાળી છો તો લોકોને ખોટા સાબિત કરવાનું કામ તમારું છે. પૂર્વ કેપ્ટન ઇગ્લેન્ડમાં 1983 વર્લ્ડકપમાં ભારતને ઐતિહાસિક જીત પર આધારિત ફિલ્મ 83ના પ્રચાર માટે અહી આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement