શોધખોળ કરો
Advertisement
CSKના આ સ્ટાર બેટ્સમેને 32 બોલમાં ઝૂડી નાંખ્યા 87 રન, એક જ ઓવરમાં ફટકાર્યા પાંચ છગ્ગા
તેણે એક ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા. તેની દમદાર ઇનિંગના જોરે કેરળે બિહારને સરળતાથી હાર આપી હતી.
વિજય હઝારે ટ્રોફી ગ્રુપ સીના રાઉન્ડ-5 મેચમાં રોબિન ઉથપ્પાની શાનદાર ઇનિંગના જોરે કેરળે બિહારને 9 વિકેટ હાર આપી છે. 50 ઓવરની આ મેચમાં બિહારે પ્રથમ રમતા કેરળની સામે 149 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જે કેરળે માત્ર 8.5 ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો હતો.
ઉથપ્પાએ રમી 32 બોલમાં 87 રનની ઇનિંગ
કેરળના ઓપનિંગ બેટ્સમેન રોબિન ઉથપ્પાએ 271.88ની સ્ટ્રાઈક રેટ સાથે અણનમ 87 રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેમના બેટથી કુલ 10 છગ્ગા અને ચાર ચોગ્ગા નીકળ્યા. રસપ્રદ વાત એ રહી કે ઉથપ્પાએ એક ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા. તેની દમદાર ઇનિંગના જોરે કેરળે બિહારને સરળતાથી હાર આપી હતી.
ઉથપ્પા ઉપરાંત આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજબૂ સેમસને પણ 9 બોલમાં અણનમ 24 રન બનાવ્યા. તેણે પોતાની આ ઇનંમગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
રાજસ્થાનમાંછી ચેન્નઈમાં આવ્યો ઉથપ્પા
નોંધનીય છે કે, આઈપીએલ 2020માં રાજસ્થાન રોયલ્સ માટે રમનાર રોબિન ઉથપ્પાને આઈપીએલ 201ની હરાજી પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના ટ્રેન્ડ વિન્ડો ટ્રાન્સફર અંતર્ગત પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ઉથપ્પા વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં છે, એવામાં ચેન્નઈની ટીમ આ વાતથી ઘણી ખુશ હશે.
આઈપીએલના 13 વર્ષના ઇતિહાસમાં ઉથપ્પા મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, પુણે વોરિયર્સ ઇન્ડિયા, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ માટે રમી ચૂક્યા છે. એક વખથ તે ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી ચૂક્યો છે. જોકે, આ લીગમાં પ્રથમ વખત તે એમએસ ધોનીની કેપ્ટનશિપમાં રમશે. તેના ફોર્મને જોતા એવું કહેવાય છે કે આઈપીએલ 2021માં તે સીએસકે માટે ઓપનિંગ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement