શોધખોળ કરો

IND vs AUS: નાગપુરમાં સદી ફટકારી રોહિત શર્માએ સચિનના આ રેકોર્ડની બરાબરી કરી

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 120 રન બનાવ્યા હતા.

Rohit Sharma equalize Sachin Tendulkar's Record: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 120 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે રમતા ઓપનર તરીકે પોતાની 9મી સદી ફટકારી છે. આ સદી સાથે તેણે પૂર્વ ભારતીય દિગ્ગજ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે.

સચિન તેંડુલકરે પણ ઓસ્ટ્રેલિયા સામે ઓપનર તરીકે રમતા તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 9 સદી ફટકારી હતી. હવે રોહિત શર્મા તેના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હિટમેન આ ટ્રોફીમાં બીજી સદી ફટકારીને માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ સરળતાથી તોડી શકે છે.

સુનીલ ગાવસ્કરને પાછળ છોડી દિધો

ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા સામે ઓપનર તરીકે રમતા પોતાની કારકિર્દીમાં કુલ 8 સદી ફટકારી છે. હવે રોહિત શર્માએ ગાવસ્કરનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે. નાગુપરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે રોહિત શર્માએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે પહેલા દિવસના અંત સુધી 56 રન બનાવીને અણનમ રહ્યો હતો અને બીજા દિવસે તેણે પોતાની સદી પૂરી કરી હતી.

ઓસ્ટ્રેલિયા સામે ઓપનર તરીકે સૌથી વધુ સદી (ભારતીય બેટ્સમેન દ્વારા)

રોહિત શર્મા - 9 સદી.
સચિન તેંડુલકર - 9 સદી.
સુનીલ ગાવસ્કર - 8 સદી

ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો

આ સદી સાથે રોહિત શર્મા કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. રોહિત શર્મા નાગપુરમાં કેપ્ટન તરીકે પોતાની કારકિર્દીની ત્રીજી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. અગાઉ, તેણે બે ટેસ્ટમાં 30ની એવરેજથી કુલ 90 રન બનાવ્યા હતા, જેમાં 46 તેનો ઉચ્ચ સ્કોર હતો.  વિશ્વ ક્રિકેટમાં માત્ર ચાર ખેલાડીઓ જ આવું કરી શક્યા છે. રોહિત પહેલા બાબર આઝમ, દિલશાન અને ફાફ ડુ પ્લેસિસ આ  જ રીતે સદી ફટકારી ચૂક્યા  છે.

જ્યારે દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ વચ્ચે 8મી વિકેટ માટે 81 રનની ભાગીદારી થઈ હતી, જેના કારણે ભારતીય ટીમ આ ટેસ્ટમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 7 વિકેટના નુકસાન પર 321 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા 66 અને અક્ષર પટેલ 52 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ભારતીય ટીમે પ્રથમ દાવના આધારે 144 રનની લીડ મેળવી લીધી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget