Rohit Sharma Test Captain: રોહિત શર્મા બન્યો ટેસ્ટનો નવો કેપ્ટન, BCCIએ કરી શ્રીલંકા સામેની ટીમની જાહેરાત, કોને કોને પડતા મુકાયા, જાણો.....
રોહિત શર્માને ટેસ્ટ ટીમના કેપ્ટનની નિયુક્ત કરતા ચેતન શર્માએ કહ્યું- રોહિત આપણા દેશનો નંબર વન ક્રિકેટર છે. તે બિલકુલ ફિટ અને ઠીક છે. ખેલાડીઓને ગ્રુમ કરવાનુ આસાન થઇ જાય છે,
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI)એ શનિવારે શ્રીલંકા વિરુદ્ધ આગામી ટી20 અને ટેસ્ટ સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વળી, વિરાટ કોહલી અને ઋષભ પંતને ટી20 સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વનડે સીરીઝમાં ઇજાગ્રસ્ત થવાના કારણે બહાર છે. બન્ને ટીમોના ઉપ કેપ્ટન જસપ્રીત બુમરાહ હશે.
વળી, મોટા સમાચાર એ છે કે રોહિત શર્માની આગેવાની વાળી પસંદગી સમિતિએ ચેતેશ્વર પુજારા અને અંજિક્યે રહાણને બહારનો રસ્તો બતાવી દીધો છે. બન્ને ખેલાડીઓને ટેસ્ટ ટીમમાં જગ્યા નથી મળી.
Rohit Sharma appointed Test captain for the upcoming Sri Lanka series; Ajinkya Rahane and Cheteshwar Pujara dropped from the Test series against Sri Lanka
— ANI (@ANI) February 19, 2022
(file pic) pic.twitter.com/wHBe3HYwUL
રોહિત શર્માને ટેસ્ટ ટીમના કેપ્ટનની નિયુક્ત કરતા ચેતન શર્માએ કહ્યું- રોહિત આપણા દેશનો નંબર વન ક્રિકેટર છે. તે બિલકુલ ફિટ અને ઠીક છે. ખેલાડીઓને ગ્રુમ કરવાનુ આસાન થઇ જાય છે, જ્યારે તેના જેવો મોટો ખેલાડી કેપ્ટન બની જાય છે.
ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઇન્ડિયા-
રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગીલ, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન (ફિટનેસ પર નિર્ભર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (ઉપકેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ. સૌરભ કુમાર.
આ પણ વાંચો-
Facebook Market Cap: ઓછી થઇ રહી છે ફેસબુકની ચમક, ટોચની 10 કંપનીઓના લિસ્ટમાંથી બહાર થઇ ફેસબુક
Horoscope Today 19 February 2022: આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી
ઓમિક્રોનના કેસ ઘટી રહ્યા છે, પરંતુ WHO એ સબ-વેરિઅન્ટ BA.2ને લઈ શું આપી ચેતવણી, જાણો
ગાંધીનગરઃ પ્રેમીએ નદી કિનારે સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ, આરોપીની કરાઇ ધરપકડ