(Source: ECI/ABP News/ABP Majha)
Rohit Sharma Record: રોહિત શર્મા કેપ્ટન તરીકે રચી રહ્યો છે ઇતિહાસ, હવે રિકી પોન્ટિંગને પાછળ છોડવાની તક
બર્મિંગહામમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડ (IND vs ENG) ને 49 રનથી હરાવ્યું હતું
India Vs England: England vs India: બર્મિંગહામમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડ (IND vs ENG) ને 49 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની ટી-20 સીરિઝ 2-0થી જીતી લીધી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 170 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
રોહિત શર્મા પાસે સીરીઝની ત્રીજી ટી-20 મેચમાં જીત હાંસલ કરી એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. જો ટીમ ઇન્ડિયા ત્રીજી ટી-20 મેચ જીતી લેશે તો રોહિત શર્મા કેપ્ટન તરીકે સતત સૌથી વધુ જીત હાંસલ કરવાના ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના રેકોર્ડની બરોબરી કરી લેશે.
કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા સતત 19 મેચ જીતી ચૂકી છે. આ અગાઉ રિકી પોન્ટિંગના નામે ફૂલ ટાઇમ કેપ્ટન બન્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાં સતત 20 મેચ જીતવાનો રેકોર્ડ નોંધાયેલો છે.
છેલ્લા વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદ રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનો ફૂલ ટાઇમ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્માની આગેવાનીમાં ભારતે ન્યૂઝિલેન્ડને 3-0થી હરાવ્યુ હતું. વેસ્ટ ઇન્ડિઝને પણ ટીમ ઇન્ડિયાએ વન-ડે સીરિઝમાં 3-0થી હાર આપી હતી. ત્યારબાદ ટી-20 સીરિઝમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 3-0થી હરાવ્યુ હતું.
રોહિત શર્માનો કેપ્ટન તરીકે શાનદાર રેકોર્ડ
શ્રીલંકા સામે ટી-20 સીરિઝમાં ઇન્ડિયાએ 3-0થી જીત મેળવી હતી. ઇન્ડિયાએ શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં પણ 2-0થી જીત હાંસલ કરી હતી. હવે ઇગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયા ટી-20 સીરિઝની પ્રથમ બે મેચ જીતી ચૂકી છે. રોહિત શર્મા કેપ્ટન તરીકે 86.19 ટકા મેચમાં જીત મેળવવામાં સફળ રહ્યો છે.
બૉલીવુડના વિલનની દીકરી છે હીરોઇનોથી પણ હૉટ, ફિલ્મોથી દુર રહીને કરે છે આ કામ, જુઓ તેની બૉલ્ડનેસ
Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ
લગ્નના થોડા દિવસ બાદ જ આ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી, જાણો શું થયું હતું