Asia Cup 2023: એશિયા કપને લઈ મોટુ અપડેટ, આ તારીખે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો
એશિયા કપ 2023ની શરુઆત 30 ઓગસ્ટથી થશે. આ સાથે જ ભારતીય ટીમ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
Team India For Asia Cup 2023: એશિયા કપ 2023ની શરુઆત 30 ઓગસ્ટથી થશે. આ સાથે જ ભારતીય ટીમ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. પરંતુ તે પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ટીમની પસંદગી કરવી આસાન નહીં હોય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એશિયા કપ માટે ભારતીય ટીમની પસંદગી 21 ઓગસ્ટે થવાની છે.
કેએલ રાહુલ એશિયા કપ માટે ફિટ છે
એશિયા કપ માટે ટીમ સિલેક્શન પહેલા બેઠક થશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ બેઠકમાં ભાગ લેશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ટીમનો વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે. એશિયા કપ માટે ભારતીય ટીમમાં કેએલ રાહુલની પસંદગી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. એશિયા કપ માટે કેએલ રાહુલની પસંદગી ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે, પરંતુ શ્રેયસ અય્યરની ફિટનેસને લઈ ચિંતા છે.
પસંદગીકારો આ ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે
એશિયા કપની ટીમમાં કેએલ રાહુલની પસંદગી લગભગ નિશ્ચિત છે, પરંતુ શું શ્રેયસ અય્યર સંપૂર્ણ રીતે ફિટ છે ? શ્રેયસ અય્યરની ફિટનેસ પર પ્રશ્ન યથાવત છે. બીજી તરફ, જો શ્રેયસ અય્યર ન હોય તો કયા ખેલાડીને તક મળશે. ખરેખર, એવું માનવામાં આવે છે કે જો શ્રેયસ અય્યર ન હોય તો સૂર્યકુમાર યાદવનું રમવાનું નિશ્ચિત છે. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં ડેબ્યૂ કરનાર યુવા બેટ્સમેન તિલક વર્માને પણ અજમાવી શકાય છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં તિલક વર્માએ શાનદાર બેટિંગનો નજારો રજૂ કર્યો હતો.
2023 એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ - બાબર આઝમ (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, સલમાન આગા, ઇફ્તિખાર અહેમદ, તૈયબ તાહિર, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, ફહીમ અશરફ, હારિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ અને શાહીન આફ્રિદી.
2023 એશિયા કપ માટે બાંગ્લાદેશની ટીમ - શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, તનઝીદ હસન તમીમ, નજમુલ હુસૈન શાન્તો, તૌહીદ હ્રદોય, મુશફિકુર રહીમ, મેહિદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, હસન મામુદ, મહેદી હસન, નસુમ અહમદ, શમીમ હુસૈન, અફીફ હુસૈન, શોરફુલ ઈસ્લામ, ઈબાદોત હુસૈન અને મોહમ્મદ નઈમ.
2023 એશિયા કપ માટે નેપાળની ટીમ - રોહિત પૌડેલ (કેપ્ટન), કુશલ ભુર્ટેલ, આસિફ શેખ, ભીમ શર્કી, કુશલ મલ્લા, આરિફ શેખ, દીપેન્દ્ર સિંહ એરી, ગુલશન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લામિછાને, લલિત રાજબંશી, પ્રતિશ જીસી , મૌસમ ઢકાલ, સંદીપ જોરા, કિશોર મહતો અને અર્જુન સઈદ.