RR vs DC: રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું
RR vs DC LIVE Score: અહીં તમને રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE
Background
IPL 2024, RR vs DC LIVE Score: IPL 2024મા રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ આજે એકબીજા સામે ટકરાશે. બંને ટીમો જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં ટકરાશે. રિષભ પંતની દિલ્હીને આ સિઝનની પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, તે કોઈપણ કિંમતે તેની પ્રથમ જીત નોંધાવવા માંગશે. સંજુ સેમસનની રાજસ્થાને તેની પ્રથમ મેચ જીતી હતી. સેમસનની ટીમ તેના વિજેતા અભિયાનને ચાલુ રાખવા માંગશે.
રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું
IPL 2024ની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું હતું. 9મી વખત હોમ ટીમે મેચ જીતી છે. રાજસ્થાન માટે પહેલા રિયાન પરાગે 84 રનની અણનમ ઈનિંગ રમી અને પછી બોલરોએ પોતાનું કામ કરી શાનદાર જીત અપાવી. રાજસ્થાનની આ સતત બીજી જીત છે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો સતત બીજો પરાજય છે. દિલ્હીને જીતવા માટે છેલ્લી ઓવરમાં 17 રન બનાવવાના હતા, પરંતુ આવેશ ખાને શાનદાર બોલિંગ કરી અને પોતાની ટીમને જીત અપાવી. દિલ્હી માટે ટ્રસ્ટન સ્ટબ્સે 23 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 44 રન બનાવ્યા હતા, પરંતુ તે પોતાની ટીમને જીત અપાલી શક્યો ન હતો.
દિલ્હીની ત્રીજી વિકેટ પડી, ડેવિડ વોર્નર આઉટ
દિલ્હી કેપિટલ્સે 12મી ઓવરમાં 97 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ડેવિડ વોર્નર 34 બોલમાં 49 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. હવે પંત અને ટ્રસ્ટન સ્ટબ્સ ક્રિઝ પર છે.
વોર્નરે બોલ્ટની ઓવરમાં 2 સિક્સ ફટકારી, સ્કોર 47/2
ટ્રેન્ટ બોલ્ટે પાંચમી ઓવર નાખી. આ ઓવરમાં ડેવિડ વોર્નરે બે સિક્સર ફટકારી હતી. 5 ઓવર પછી દિલ્હીનો સ્કોર બે વિકેટે 47 રન છે. વોર્નર 13 બોલમાં 20 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધી તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી છે. તેની સાથે ઋષભ પંત ચાર રન પર છે.
માર્શે નાન્દ્રે બર્જરની ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા
નાન્દ્રે બર્જરે બીજી ઓવર નાખી. મિચેલ માર્શે આ ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. 2 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 15 રન છે.
રાજસ્થાને દિલ્હીને 185 રનનો ટાર્ગેટ આપ્યો
એક સમયે 8મી ઓવરમાં માત્ર 36 રનમાં ત્રણ વિકેટ ગુમાવનાર રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી રિયાન પરાગે રમત બદલી નાખતી ઇનિંગ્સ રમી હતી. પરાગે માત્ર 45 બોલમાં 84 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. પરાગ ઉપરાંત અશ્વિને 29 રન, ધ્રુવ જુરેલે 20 રન અને શિમરન હેટમાયરે 14 અણનમ રન બનાવ્યા હતા. દિલ્હીના તમામ બોલરોએ એક-એક વિકેટ લીધી હતી.
Innings Break!
— IndianPremierLeague (@IPL) March 28, 2024
An unbeaten 84*(45) from Riyan Parag powers @rajasthanroyals to 185/5 🔥🔥
Will it be enough for @DelhiCapitals? Find out 🔜
Scorecard ▶️ https://t.co/gSsTvJeK8v#TATAIPL | #RRvDC pic.twitter.com/C9j2pPtLhN