TRAIના નવા નિયમો લાગુ, મેસેજ મોકલતા અગાઉ Jio, Airtel, VI અને BSNL યુઝર્સ આપે ધ્યાન
OTP ટ્રેસિબિલિટી અંગે TRAIનો નવો નિયમ અમલમાં આવ્યો છે
OTP ટ્રેસિબિલિટી અંગે TRAIનો નવો નિયમ અમલમાં આવ્યો છે. દેશના 1 કરોડથી વધુ યુઝર્સ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે. આ નિયમ ટેલિકોમ ઓથોરિટી દ્વારા SMS દ્વારા છેતરપિંડી રોકવા માટે લાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં તે 1 નવેમ્બરના રોજ લાગુ થવાનું હતું પરંતુ ટેલિકોમ ઓપરેટરોની વિનંતીઓ અને વધુ તૈયારીની જરૂરિયાતને કારણે તેને 10 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે આખરે તેનો અમલ 11 ડિસેમ્બરથી કરવામાં આવ્યો છે.
આનો અર્થ શું છે?
સરળ શબ્દોમાં કહીએ તો આનો અર્થ એ છે કે કોઈપણ બિઝનેસ મેસેજના સેન્ડરને ટ્રેસ કરવાનું સરળ બનશે. આ નેટવર્ક લેવલ પર યુઝર્સના ફોન સુધી પહોંચતા છેતરપિંડીના મેસેજને અટકાવશે. જો કોઈ સ્કેમર દ્વારા કોઈ મેસેજ મોકલવામાં આવે છે, તો તે ડિલીવર થાય તે અગાઉ તેને અટકાવવામાં આવશે. આ રીતે છેતરપિંડીનો શિકાર બનવાનું જોખમ ઘટશે અને ટેલિકોમ કંપનીઓએ દરેક મેસેજના સમગ્ર રસ્તા પર નજર રાખવી પડશે.
ફેક મેસેજને ઓળખવામાં સરળતા રહેશે
ટ્રાઈએ અનિચ્છનીય કમ્યુનિકેશનને રોકવા માટે પહેલાથી જ નિયમો બનાવ્યા હતા. આનો અર્થ એ છે કે કોઈપણ અપ્રમાણિત સ્રોતના મેસેજ ખાસ કરીને શંકાસ્પદ લિંક્સવાળા મેસેજને બ્લોક કરવામા આવશે. એ જ રીતે અજાણ્યા નંબરો પરથી આવતા અનિચ્છનીય બિઝનેસ કોલ પણ બંધ કરવામાં આવશે. ભારતમાં ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં થયેલા જબરદસ્ત વધારાને જોતાં આ પગલાં અત્યંત મહત્વપૂર્ણ છે.
શું મેસેજ ડિલિવરીમાં વિલંબ થશે?
તમે વિચારી રહ્યા હશો કે શું આ નવા નિયમથી ટ્રાન્જેક્શન માટે જરૂરી OTP પ્રાપ્ત કરવામાં વિલંબ થશે. ટ્રાઈએ સ્પષ્ટતા કરી છે કે આવો કોઈ વિલંબ થશે નહીં; તે માત્ર એક ગેરસમજ હતી. જો કે, કેટલીક ટેલિકોમ કંપનીઓએ આ ફેરફાર માટે સંપૂર્ણપણે તૈયાર હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમ છતાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 95 ટકા સંદેશાઓ કોઈપણ વિલંબ વિના મોકલવામાં આવી રહ્યા છે અને માત્ર થોડા ટકાવારીને અસર થઈ શકે છે. સમય જતાં આ સમસ્યાનો પણ ઉકેલ આવી જશે.
Jio ના કરોડો યૂઝર્સને નવા વર્ષની ગિફ્ટ, લૉન્ચ કર્યો સૌથી લાંબી વેલિડિટી વાળો નવો પ્લાન