શોધખોળ કરો
સચિન તેંડુલકરે ક્યા ભારતીય ક્રિકેટરનાં કર્યાં ભરપેટ વખાણ ? કોને ગણાવ્યો ચેમ્પિયન ?
ઓસ્ટ્રેલીયા મેલબોર્ન ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલ બીજી ટેસ્ટમાં મળેલી ભારતની જીતને શુભકામના આપતા સચિન તેંડુલકરે ટીમના પ્રયાસની પ્રસંશા કરી હતી.
મુંબઈ: ઓસ્ટ્રેલીયા મેલબોર્ન ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલ બીજી ટેસ્ટમાં મળેલી ભારતની જીતને શુભકામના આપતા સચિન તેંડુલકરે ટીમના પ્રયાસની પ્રસંશા કરી હતી. સચિન તેંડુલકરે જીતનો શ્રેય અજિંક્યે રહાણને આપતા જણાવ્યું કે, અજિંક્યે રહાણે તેમના કૌશલથી ટીમને જીત તરફ લઇ ગયા. સચિને બુમરાહની બોલિંગની પ્રશંસા કરી હતી.
સચિન તેંડુલકરે જણાવ્યું કે, "જશપ્રિત ખરાબ પીચમાં પણ શાનદાર બોલિંગ કરી. જેના કારણે જીત શક્ય બની "સચિન તેડુલકરે જણાવ્યુ કે. "ખરાબ પીચની વચ્ચે ફાસ્ટર બોલર જશપ્રિતે પોતાની પ્રતિભા દર્શાવી તે કાબિલે તારીફ છે. આ પ્રતિભા જ બતાવે છે કે, તે ચેમ્પયિયન બોલર છે"
બુમરાહે 56 રન આપીને 4 વિકેટ ઝડપી
બુમરાહે 56 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 195 રનમાં આઉટ કરી દીધું હતું. બીજી ઇનિંગમાં સ્ટીવ સ્મિથ સાથે અન્ય એક વિકેટ મળતા ભારતીય ટીમનો જીતનો રસ્તો સરળ થઇ ગયો.
સચિન તેંડુલકરે મોહમદ સિરાજને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે,. "જેમણે બોક્સિંગ ડે ટેસ્ટમાં 2 ઓવરમાં 40 અને 3 ઓવરમાં 37 રન બનાવ્યા હતા. સિરાજ તેની પહેલી ટેસ્ટ રમી રહ્યો હતો ત્યારે એવું નહોતું લાગતું કે આ તેમની પ્રથમ ટેસ્ટ છે. તે જીત માટીની સારી સ્ટ્રેટજી બનાવીને રમી રહ્યો હતો. આટલું જ નહીં તે ખૂબ જ કમ્ફર્ટ રીતે રમી રહ્યો હતો ". રહાણે 112 રન બનાવ્યા. સચિન તેંડુલકરના જણાવ્યા મુજબ તે ખૂબજ આ્ક્રમક અને સાવચેતી બંનેનો સમન્વય કરીને રમી રહ્યો હતો. જે બંને જાળવવું મેચ દરમિયાન મુશ્કેલ હોય છે.
સચિન તેંડુલકરે અજિંક્યે રહાણેની પ્રશંસા કરતા જણાવ્યું કે. “તેમણે પણ મેચ દરમિયાન આક્રમકતાની સાથે સ્વસ્થતા જાળવીને સંતુલન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યુ હતું. આ ક્ષમતા મેદાન પર જાળવી રાખવી કાબિલે તારીફ છે. "જ્યારે બોલ બાઉન્ડ્રી પર હતો ત્યારે તેમણે એક પણ તકને ગુમાવી ન હતી. જશપ્રિત જે ધીરજ અને કુનેહથી રમી રહ્યો હતો. તેનાથી ભારતીય ટીમની જીત નિશ્ચિત બની. ટીમની જીત માટે તેનું યોગદાન અદ્રિતિય અને મહત્વપૂર્ણ રહ્યું.
સચિન તેંડુલકરના મત મુજબ વિજય માટેનું મોટું કારણ મિડલ અને લોઅર મિડલમાં રહેલા થ્રી મલ્ટી ડાયમેન્સલ ક્રિકેટર છે. “ જાડેજાએ પણ શાનદાર પ્રદર્શ કર્યું હતું. જાડેજા અને અજિંક્યેની પાર્ટશિપ કટોકટીભરી ગણાવી. તેમણે અન્ડર પ્રશેર રન બનાવ્યાં. ત્રીજી ટેસ્ટ મેચ સીડનીમાં 7 જાન્યુઆરીએ રમાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement